________________
મૃત્યુસમીક્ષા.
: ૨૩૧ : નથી અને એટલા માટે જ જીવ મરણનું નામ સાંભળીને ભય પામે છે. જીવને હું દેહથી સર્વથા ભિન્ન છું, દેહને ધર્મ અને મારે ધર્મ સર્વથા ભિન્ન છે ઇત્યાદિ શરીર અને પિતાના ભેદસ્વરૂપને સ્પષ્ટ બંધ હતો નથી પણ હું દેહસ્વરૂપ છું એવી શ્રદ્ધા હોય છે, જેને લઈને વીશે કલાક દેહની સેવામાં બન્યો રહે છે. શરીરની આકૃતિ, સંઘયણ, સંસ્થાન કે રૂપ સારું ન હોય તે મનમાં ખેદ પામે છે. શરીર નિર્બળ હોય તે સબળ બનાવવા પ્રયાસ કરે છે, સુકાઈ ગયું હોય તે પુષ્ટ બનાવવા. મથે છે અને અનેક જીવોને વિનાશ કરીને પણ શરીરને સાચવવા ઉદ્યમવાળો રહે છે.
• પ્રાણીઓને બાહ્ય સંપત્તિ કરતાં પણ શરીર ઉપર વધારે મમતા હોય છે. તીવ્રતર લેભના અપવાદ સિવાય પ્રસંગ પડે શરીર બચાવવા બાહ્યની સઘળીએ સંપત્તિ જાતી કરે છે. કોઈ બળાત્યારે શરીર છોડવવા પ્રયાસ તે દૂર રહ્યો પણ ભાવના માત્ર રાખે તે પણ તેના પૂર્ણ દ્વેષી થાય છે. દ્રવ્યહરણ કરવામાં તેટલું દુઃખ થતું નથી કે જેટલું પ્રાણહરણ કરવામાં થાય છે.
જીવને બાહ્ય સંપત્તિ કરતાં શરીર ઉપર વધારે મમતા હોવાનું કારણ માત્ર એટલું જ છે કે શરીરની સાથે ઓતપ્રોત થઈને અવતરે છે અને દ્રવ્યાદિ બાહ્ય સંપત્તિઓ પાછળથી પ્રાપ્ત થાય છે. જેમ એક જ જીવનમાં બાહ્ય સંપત્તિને અનેક વખત સંગવિગ થાય છે તેમ દેહને અનેક વખત સંગવિયોગ થતો નથી. દેહને એક વખત પણ વિયોગ થાય તે ફરીને તે જ દેહને સંયોગ થતો નથી, તેમજ દેહને વિયોગ થવાથી જીવન તથા બાહ્ય સંપત્તિને પણ વિયોગ થઈ જાય છે; પણ બાહ્ય સંપત્તિને વિયોગ થવાથી દેહ તથા જીવનને વિયોગ