________________
ઝs,૦૦૦
પાપના પંથે.
ooooooooooooooooor (૨૭) ભoooooooooooooo અખિલ સંસારમાં પ્રાણીમાત્ર સુખના અભિલાષી છે, દુઃખ
કેઈને પણ ગમતું નથી. આમ હોવા છતાં પણ અણસમજુ, અજ્ઞાની છો પગલાનંદીપણાના અનાદિ કાળના અભ્યાસને લઈને અને કષાય તથા વિષયને વશ થઈને ક્ષણિક સુખ માટે બીજા જીવને દુઃખ આપે છે. પિતે માની લીધેલા સુખ તરફ જ લક્ષ્ય હોવાથી અને સુખ મળી ગયાની ભ્રમણાથી, ચિત્ત ભ્રમિત થઈ જવાથી બીજાને થતા દુઃખની જરાએ અસર થતી નથી અને તેથી કરીને તેમનું ચિત્ત કેમળ બની દયા થતું નથી. સુખ આપવાથી તે સુખ મળે છે પણ બીજાનું દિલ દુખાવી સુખની આશા રાખવી તે વિષપાન કરીને જીવવાની આશાની જેમ નિરર્થક છે.
દુઃખ આપવાના અનેક પ્રકાર હોવાથી પાપ પણ અનેક પ્રકારનું છે. આ અનેક પ્રકારના દુઃખોનો શારીરિક તથા માનસિક દુઃખમાં સમાવેશ થઈ જાય છે. શરીર દ્વારા અનેક પ્રકારે શરીરની કદર્થના કરીને શારીરિક દુઃખ અપાય છે અને પ્રતિ