________________
મૃત્યુસમીક્ષા,
: ૨૨૯ :
^
^^
^
^
^^
^^^^
^
^
^^
થાય છે, પણ તે વેદનાને કહેવાને માટે કેઈપણ પાછું આવતું નથી અને મરીને જે પાછા આવે છે તે મરણ સમયે અનુભવેલી વેદનાને કહી શકતા નથી, કારણ કે જે દેહમાં મરણની વેદનાનો અનુભવ થયેલ હોય છે તે દેહને ત્યાગ કરીને જીવે બીજો દેહ ધારણ કરેલ હોવાથી વેદનાની વિસ્મૃતિ થઈ જાય છે. કેવળ મૃત્યુની વેદનાનું વિસ્મરણ થાય છે, એટલું જ નહીં પણ તે દેહના જીવનકાળમાં અનુભવેલાં સુખ–દુખ, આપત્તિ-વિપત્તિ તેમજ બીજા પણ અનેક પ્રકારના અનુભવેનું વિસ્મરણ થઈ જાય છે. - જ્યાં સુધી જીવ કર્મોથી ઘેરાયેલું છે ત્યાં સુધી પરાધીનતાને લઈને પૌગલિક વસ્તુઓની સહાયતા સિવાય કાંઈ પણ કરી શકતું નથી. જાણવું-જ્ઞાન એ પિતાને જ સ્વભાવ હોવા છતાં પણ પૌગલિક ચક્ષુ આદિ ઇંદ્રિયની સહાયતા સિવાય જ્ઞાન કરી શકતું નથી. સુખ અને આનંદ પણ પિતાના જ સ્વભાવ છે તે પણ તેને મેળવવાને જીવને જડ વસ્તુની જરૂરત પડે છે. જે કે જડદ્વારા મેળવેલા જ્ઞાન, સુખ અને આનંદ અવાસ્તવિક છે, તે પણ જાણવું–વેદવું પોતાને સ્વભાવ હોવાથી કર્મના આવરણ નીચે દબાયેલા હોવા છતાં પણ અવાસ્તવિક જાણે છેવેદે છે. પૌગલિક વસ્તુઓના સંસર્ગમાત્રને અનુભવ કરે છે. જીવને પૌગલિક વસ્તુઓદ્વારા અનુભવ કરવાનું મુખ્ય સાધન શરીર છે. શુભાશુભ કમનો અનુભવ શરીરમાં જ કરી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ થતો નથી ત્યાં સુધી આત્મા શરીરરચૂન્ય રહી શકતો નથી. સંસારમાંથી છૂટી જઈને મુક્તિ મેળવે નહિ ત્યાં સુધીમાં અનંતા શરીરે ધારણ કરે છે અને તે બધાયે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, અને એટલા માટે જ એક