________________
જીવન મીમાંસા.
: ૨૨૧ :
શકે; કારણ કે પરિમિત જીવન પુદ્ગલેાના સચૈાગસ્વરૂપ પૌદ્ગલિક છે ત્યારે અપરિમિત જીવન પુદ્ગલેાના વિયેાગસ્વરૂપ આત્મિક છે. પરિમિત જીવન પુદ્દગલાને વેઢવાસ્વરૂપ છે અને અપરિમિત જીવન આત્મવિકાસ સ્વરૂપ છે, માટે પરિમિત અપરિમિત થઈ શકતું નથી.
સંસારમાં પૌદગલિક સચાગ માત્ર પરિમિત છે કે જે નિયત કાળની સમાપ્તિ પછી અવશ્ય વિચેાગની સ્થિતિમાં મુકાઈ જ જાય છે. કેવળ અરૂપી-અજીવ પદાર્થાના જ સચેાગ એવા છે કે જે વિચાગાન્તવાળા થતા નથી તે પછી વિયેાગાન્તવાળા સચાગાને શાશ્વતા બનાવવા મથવુ તે એક પ્રકારની અજ્ઞાનતા જ કહી શકાય. દેહ તથા આત્મસંચાગસ્વરૂપ પરિમિત જીવનની પ્રત્યેક ક્ષણ વિચાગવાળી છે. વેદાતાં આયુષ્ય કર્માંના સંપૂર્ણ દળના સ ંચાગની એ સમય સુધી પણ સ્થિરતા નથી તે પછી અસ્થિર પૌદ્ગલિક જીવન સર્વથા ભિન્ન સ્વભાવવાળું આત્મિક જીવન કેવી રીતે બની શકે ? સંસારમાં કાઈ પણ પૌદ્ગલિક વસ્તુ એવી નથી કે જે પરિમિત જીવનને એક સમય પણ વધારી શકે તે પછી અપરિમિતની તા આશા જ કેવી ? સવČ કર્માંના ક્ષય થયા સિવાય આત્મધર્મ સ્વરૂપ અપરિમિત જીવન પ્રગટ થઈ શકતું જ નથી.
પરિમિત જીવનપ્રિય માનવીને અલ્પજ્ઞા ઉપર અત્યંત શ્રદ્ધા હાય છે, અને એટલા માટે જ અલ્પાએ ઘડેલા જીવવાના સિદ્ધાંતાને ઘણુ' જ મહત્ત્વ આપે છે. તેમજ તેમના બતાવેલા ઉપચારાને અત્યંત આદરપૂર્વક આચરે છે. જીવન વધારવાના હેતુથી વૈદ્ય–ડાકટર કાઈ પણ વસ્તુને ત્યાગ કરવાને કહે તા ક્ષણિક જીવનપ્રિય માનવી શ્રદ્ધાપૂર્વક ખુશીથી છેડી દે છે.