________________
: ૨૨૦ :
જ્ઞાન પ્રદીપ.
v//૫/vvvvvvvvv
બનેને વિગતે મરણ અને સંગની શરુઆતથી લઈને વિગ સુધીને વચલ કાળ તે જીવન. સાચા જીવનથી અણજાણ અતત્વદશી જીવોને આવા જીવનમાં જીવવું બહુ જ ગમે છે; કારણ કે અનાદિ કાળથી જડાસક્તિપણને લઈને જડમય બનેલા મુદ્દગલાનંદી જીને એક ક્ષણ પણ જડથી છૂટવું ગમતું નથી. પિતાની સાથે ઓતપ્રોત થયેલા જડથી જુદું પડવું ગમતું નથી; એટલું જ નહિ પણ સજાતીય દ્રવ્યોના સંગસ્વરૂપ જીવનને ધારણ કરવાવાળા ક્ષણવિનશ્વર વસ્ત્ર, આભૂષણ, મકાન આદિ જડ પદાર્થોના બાહ્યા સંગાથી પણ મુકાવું ગમતું નથી. તે જડ પદાર્થોને ભાંગી તૂટી જઈને સ્કછે વિખરાઈ જવારૂપ પરસ્પરને વિગ પણ પસંદ ન હોવાથી ઉદ્વેગકર્તા થઈ પડે છે.
અપરિમિત જીવન એટલે જડ વસ્તુઓના સંગવિગના સર્વથા અભાવસ્વરૂપ શુદ્ધ આત્માનું ત્રણે કાળમાં વિદ્યમાનપણું. તે સાચું જીવન કહેવાય છે. આ જીવનમાં જીવવાની ઈચ્છાવાળાઓને જીવનસ્વરૂપને યથાર્થ બંધ હોવાથી પૌલિક જીવનની પરવા રાખતા નથી. આત્મિક જીવનની પ્રાપ્તિ માટે આવા પગલિક જીવનને પરિત્યાગ કરવા હંમેશાં ઉત્સાહવાળા હોય છે અને જડ વસ્તુઓના સંગ-વિયેગની એમને અસર થતી નથી; કારણ કે તેઓ જડથી સર્વથા મુક્તિ મેળવવાના કામી હોય છે. ઈતર જીના જીવનના ભેગે પોતે પિતાના પૈગલિક જીવનમાં જીવવા ઈચ્છતા નથી. અપરિમિત જીવનમાં જીવવાની ઈચ્છા તે જીવમાત્રને હોય છે પણ તેમને આ જીવનનું જ્ઞાન ન હોવાથી પરિમિત જીવનને અપરિમિત બનાવવા પ્રયત્ન કરે છે કે જે સર્વથા અસંભવિત છે. જે જડ, ચિતન્યસ્વરૂપ બની શકે તે જ પરિમિત જીવન અપરિમિત બની