________________
છે. ૦૦૦૧
અ
છે જીવન મીમાંસા. oooooooooooooooooo - ( ૧૫ ) soooooooooo
માનવજાતિને પરિમિત જીવનની જેટલી કિંમત છે તેટલી અપરિમિત જીવનની નથી. પચીસ, પચાસ કે સે વર્ષનું જીવન જાળવવાને માટે પિતાને મળેલી સઘળીયે બાહ્ય સંપત્તિઓ બીજાને સમર્પણ કરી દે છે. માનવી જે જીવનમાં પોતે જીવે છે તે તેને એટલું તે પ્રિય હોય છે કે દુનિયામાં જીવતા જીવમાત્રને પોતપોતાના જીવનમાં જીવવું ગમે છે... આ નિયમને વિસરી જઈને આનંદમય તેમજ સુખમય જીવન બનાવવાની ભ્રમણાથી અથવા તે પિતાના જીવનના વિનાશની શંકાથી બીજા જીના જીવનને વિનાશ કરતાં અચકાતું નથી.
પરિમિત જીવન ઉભય દ્રવ્ય સંગસ્વરૂપ હોય છે, અર્થાત દેહ તથા આત્માના સંગને જીવન કહેવામાં આવે છે. આ
જીવન પરિમિત એટલા માટે કહેવાય છે કે દેહ તથા આત્માને સંગ નિત્ય નથી. અમુક વર્ષો, પલ્યોપમે કે સાગરોપમે પછી અવશ્ય બનેને વિગ થાય છે, કે જેને મરણ કહેવામાં આવે છે. દેહ તથા આત્માના સંગની આદિ તે જન્મ,