________________
: ૨૧૮ :
જ્ઞાન પ્રદીપ.
ભાવ જોવામાં આવતું નથી, પણ વિશેષતા જોવામાં આવે છે. તેમજ જેના અંદર ગુણની ભ્રમણાથી રાગ કરવામાં આવેલ હોય છે તેના સહવાસથી ધર્મભ્રષ્ટતા તથા અનીતિ આચરણના સંસ્કારે પડેલા જોવામાં આવે છે, માટે જ આ ગુણાનુરાગ નથી પણ ઉપર બતાવ્યા પ્રમાણે મેહાનુરાગ અથવા વિષયાનુરાગ છે. આવા અનુરાગીઓ આત્મિક ગુણને વિકાસ કરી પિતાનું શ્રેય સાધી શકતા નથી, માટે ગુણી બનવાની ઈચ્છા રાખનારે નિર્વિકાર મેહનીયના ઉપશમભાવને પ્રાપ્ત થયેલા સાચા આત્મિક ગુણના વિકાસી મહાપુરુષોને અનુરાગ કરીને પિતાના આત્માનું શ્રેય સાધવું જોઈએ પણ મેહનીયના તીવ્ર ઉદયથી વિષયાનંદીપણારૂપ અવગુણના આશ્રિત થયેલા અને પુણ્ય પ્રકૃતિથી મેળવેલ વૈભાવિક ગુણદ્વારા પિતાના રાગીઓને ધમભ્રષ્ટ કરી અનીતિના માર્ગો ઉતારીને અવગુણોથી વાસિત કરનારાઓને રાગ કરીને ગુણાનુરાગના ભ્રમથી આત્માને અધઃપાત કરી અમૃતમય માનવજીવનને વિષાથી વિષમય ન બનાવવું જોઈએ.
પર આત્મિક શાહનીયના પાટે ચણ અને વિકાસ કરી