________________
: ૨૦૮ :
જ્ઞાન પ્રદીપ.
ગલાનંદી વિષયાસક્ત ની સંગતથી વૈષયિક સુખના સાધને મેળવી શકાય છે. અસત્ પદાથને આદર કરનારા જ પોતાની ક્ષુદ્ર વાસના સંતોષવાને પોતાના આશ્રિતેની મનેકામના સફળ કરી શકે છે પણ સતપુરુષે અસત્ પદાથથી પરામુખ હેવાથી
સ્વાથી જીવેને સંતેષ પમાડી શકતા નથી, માટે જ દેહાશ્રિત પદ્ગલિક આનંદ મેળવવાને માટે કુસંગ અત્યંત ઉપયોગી નિવડે છે, પરંતુ આત્મવિકાસ કરવાને માટે, આત્મિક સાચી સંપત્તિ જ્ઞાન, દર્શન, જીવન, સુખ તથા આનંદ મેળવવાને માટે તેમજ શાંતિ, સમતા, સમભાવ, સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ધર્મની પ્રાપ્તિના માટે તો સત્સંગ જ ઉપયોગી નિવડી શકે છે કારણ કે સતવસ્તુને ઓળખનારા અને તેને આદર કરનારા પુરુષો જ હોય છે અને એવા પુરુષે જ અસતા માર્ગે વળેલાને સન્માર્ગે લાવી શકે છે. સંસારની શેરીઓમાં ભટકતાને શાશ્વતા સિદ્ધિસ્થાને પહોંચાડી શકે છે અને જન્મ, જરા, મરણના ત્રાસમાંથી છોડાવી શકે છે, માટે મુમુક્ષુ આત્માથી જીએ સાચા સત્પની ગવેષણ કરીને તેમને અવશ્ય સંગ કરો, પરંતુ અસત્સંગ તો કદાપિ કરે નહીં, કારણ કે અસત્સંગથી આત્માનું અહિત થાય છે માટે અસત્ જીવાથી સદા સર્વદા દૂર રહીને પુરુષના ચરણમાં જ દેહથી મુક્તિ મેળવવી.
આદર કરવાને પહોંચાડી
કરામરણના ગાદિસ્થાને રહે છે સંસારની જ આ