________________
સત્સંગ,
: ૨૦૭ :
www
કંધામાં સ્વરૂપથી પરિવર્તન પણું રહેલું છે, માટે અસ્થિર સ્વભાવવાળી પૌગલિક વસ્તુઓનું સ્વરૂપ આંખેથી જોનારાને અસત્ય ભાસવાથી વ્યામેહ પમાડે છે, જેથી કરીને આત્મસ્વરૂપ ભૂલી જઈને પરસ્વરૂપમાં આસક્ત થાય છે અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે, ત્યારે પુરુષ આત્મસ્વરૂપને પ્રગટ કરવા પ્રયાસ કરે છે, કારણ કે એમને આત્મસ્વરૂપની ઓળખાણ હોય છે એટલે ક્ષણવિનશ્વર વસ્તુઓમાં મૂંઝાતા નથી. આવા પુરુષને મહિમા અવર્ણનીય છે. જેઓ આવા પુરુષોના સમાગમમાં રહે છે તેઓ અવશ્ય પોતે સત્ બની શકે છે અને કષાયોથી મુક્તિ મેળવી શકે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિનો સામને કરવાનું બળ મેળવી શકે છે. વસ્તુ માત્રનું સાચું સ્વરૂપ ઓળખીને આત્મિક વિકાસ સાધી શકે છે. ગમે તેવા વિકટ સંયોગમાં મૂંઝાતા નથી. કમના વિચિત્ર પ્રકારના ઉદયમાં હૈયતાથી ડગતા નથી અને પૌગલિક વસ્તુઓમાં ઇષ્ટાનિષ્ટપણાનાં અભાવે વિષમભાવને પ્રાપ્ત થતા નથી પણ સમભાવમાં રહે છે. સત્સંગના પ્રભાવથી અજ્ઞાનતાથી થતી અશાંતિ ટાળીને શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ક્ષુદ્ર વાસનાઓથી વાસિત અંત:કરણને શુદ્ધ બનાવી શકે છે કે જેથી કરીને ત્રિવિધ તાપ મટાડીને કલેશથી રહિત થઈ જાય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લેભતા આદિ સદ્ગણોને પ્રગટ કરી શકે છે. મમતા રહિત થવાથી દુઃખોથી પણ મુકાઈ જાય છે. જેને દેહને આશ્રયીને કેઈપણ પ્રકારને સ્વાર્થ સાધવો હોય, પછી તે ધન-સંપત્તિ મેળવવાનો હોય કે ક્ષુદ્ર વાસના સંતોષવાને હેય તેને માટે તે સત્સંગ-કુસંગ જેવાની જરૂરત રહેતી નથી. ઘણું કરીને તો પૌગલિક સ્વાર્થ કુસંગથી સાધી શકાય છે, કારણ કે પુદું