________________
: ૨૦૪ :
જ્ઞાન પ્રદીપ.
રૂપમાં રમનાર જ સ્વાર્થ હોય છે, કારણ કે વિષયની તૃપ્તિ માટે પૌદ્દગલિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા તે સ્વાર્થ અને તદનુસાર પ્રવૃત્તિ કરવી તે સ્વાર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. મહાપુરુષને આવી પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા હોતી નથી, કારણ કે તેઓને જડના ધર્મોની સર્વથા અનાવશ્યકતા સમજાયેલી હોય છે અને નિ:સ્વાથી હેવાથી તેઓ માયાપ્રપંચથી મુક્ત હોય છે કે જેથી કરીને તેમને ક્ષુદ્ર વાસનાની તૃપ્તિને માટે લેકેની પાસેથી પૌગલિક સાધન મેળવવા જ્ઞાની, ત્યાગી, તપસ્વી અને ધ્યાનીપણને ખેટ આડંબર કરે પડતું નથી. અંતરાત્મદશામાં વિચરનારા સંતપુરુષોને કાંઈક અંશે આત્મિક સુખ તથા આનંદને અનુભવ થયેલ હોવાથી બહિરાત્મદશાવાળાઓને પ્રિય પોગલિક આનંદ તથા સુખને તુચ્છ સમજે છે એટલે તેમની મનવૃત્તિઓ પૌગલિક વસ્તુઓ મેળવવા બાાના જગતમાં ભટકતી નથી, પરંતુ અંતર્જગતમાં સ્થિરતાથી શાંતપણે રહેલી હોય છે, અને તેથી કરીને જ તેઓ સાચા આનંદના ભક્તા હોય છે, કારણ કે સાચા આનંદ તથા સુખમાં વૃત્તિઓની ચંચળતા-અસ્થિરતા હેતી નથી. વૃત્તિઓને ચંચળ બનાવનાર મેહનીયને ઔદયિકભાવ હોય છે અને તે પૌગલિક હેવાથી ક્ષાપશમિક કે ક્ષાયિક ભાવસ્વરૂપ સુખ તથા આનંદ આત્મિક ધમને સ્પર્શી શકતા નથી. જેમ તળાવમાં પવનના સંસર્ગથી તરગે ઊછળે છે તે એક વિકૃતિ હોય છે પણ પ્રકૃતિ હતી નથી તેમ કર્મની પ્રેરણાથી થવાવાળી વૃત્તિઓની ચંચળતા તે વિકૃતિ છે પણ પ્રકૃતિ નથી; માટે જે સુખ તથા આનંદમાં ચંચળતા રહેલી છે તે વિકૃતિસ્વરૂપ સુખ કહેવાય છે, પ્રકૃતિ સ્વરૂપ નથી કહેવાતું. અંતરાત્મદશાવાળામાં ક્ષાપશમિક ભાવ હોવાથી પ્રકૃતિસ્વરૂપ શુદ્ધ સુખના ભેક્તા હોય છે.