________________
સત્સંગ.
: ૨૦ક :
વિચિત્ર પ્રકારની ખૂબીઓ નિહાળવાને વખત ગાળતા નથી. સંચિત અશુભના ઉદયથી અનેક પ્રકારના વિઘો આવવા છતાં પણ નિરુત્સાહ બની સાધ્ય કાર્યમાં નબળાઈ જાહેર કરતા નથી. એમની મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં ભિન્નતા હોતી નથી, કારણ કે ચેતન્ય જગતમાં વિચરનારને જડ જગતના પદાર્થોની આવશ્યકતા હોતી નથી એટલે તેમને માયા, પ્રપંચ કે અસત્યના આશ્રિત બનવાની જરૂરત રહેતી નથી. જડ જગતમાં વિચરનારાઓને આત્મા દુબળ થઈ ગએલો હોવાથી તેમના જીવન, આનંદ અને સુખ જડપદાર્થોના આશ્રિત બની જાય છે જેથી કરીને તેમને એક ક્ષણ પણ જડ પદાર્થ વગર ચાલી શકતું નથી. એટલા માટે તે જડ વસ્તુઓ મેળવવા તેમને અને સત્ય તથા માયાપ્રપંચ કરવો પડે છે અને તેથી કરીને જ તેમના મન, વચન અને કાયાના વ્યાપારમાં ભિન્નતા આવી જાય છે.
મહાપુરુષે પોતે સહુના સાથી હેવાથી નિરંતર સત્યનું જ અવલંબન લેનારા હોય છે, માટે તેઓ વસ્તુનું સત્યસ્વરૂપ જ પ્રરૂપે છે.અસસ્વરૂપ પાંચે ઈદ્રિયોના વિષયથી પરામુખ હેવાથી તેમના વાસ્તવિક સ્વરૂપની સત્યતાને ગોપવતા નથી. પાંચે ઈદ્રિના વિષ આત્મસ્વરૂપને ઢાંકી દે છે માટે વિષયાનંદી જીવેને પરસ્વરૂપ જ સ્વસ્વરૂપે ભાસતું હોવાથી આત્મસ્વરૂપ સુખ તથા આનંદ મેળવી શકતા નથી, જેથી કરીને વિષયાનંદી જીવોને રાગદ્વેષને તાબે રહેવું પડે છે, કે જે એક અસત્ વસ્તુમાં અગ્રસ્થાન ભોગવે છે. આ બાબતનું સમ્યગ જ્ઞાન સતપુરુષેને હોય છે કે જેથી કરીને આનંદ તથા સુખ માટે વિષયની વાટે ગમન કરનારાઓને પાછા વાળીને સુખના માર્ગની સાચી દિશા બતાવે છે, અને એટલા માટે જ તેઓ નિઃસ્વાથી હોય છે. સ્વસ્વરૂપથી અણજાણ પરસ્વ