________________
ઃ ૨૦૨ :
જ્ઞાન પ્રદીપ.
સ્તુતિ કરાવવા ખાટા ફાળ પણ કરતા નથી. કેાઈ આદરસત્કાર કરો કે ન કરો તેની કાંઈ પણ પરવા રાખતા નથી. પેાતે જે નામથી ઓળખાય છે તે દેહનું અનાવટી નામ રાખેલું છે, પણ આત્માનુ` નથી એમ સાચી રીતે જાણતા હેાવાથી દેહની સાથે જ વિષ્ણુસી જવાવાળા નામને અમર કરવા માટે માયા, પ્રપંચ તથા અસત્ય અથવા તેા અસદાના આશ્રિત મની કિંમતી માનવજીવન વેડફી નાંખી આત્માને કમથી ભારે અનાવતા નથી.
અસત્ જડ પદાર્થાંમાંથી જેમની મનેાવૃત્તિએ વિરામ પામી ગઈ છે એવા પુજ્ય પુરુષો નિર'તર આત્મપરિણતિમાં રમનારા હાવાથી પરપરિણતિમાં રમવારૂપ વ્યભિચારથી મુક્ત હાય છે. પૌદ્ગલિક વસ્તુઓ પુદ્ગલને પેષે છે પણ આત્માને પોષતી નથી આવી તેમની અટલ શ્રદ્ધા હોવાથી જીવનમાં ઉપચાગી પૌદ્ગલિક વસ્તુઓને અનાસક્તિપણે ઉપયાગ કરે છે, તેમને રસલેાલુપતા હોતી નથી. આત્મકલ્યાણના સાધનભૂત દેહને ટકાવી રાખવા પૂરતા જ આહારાદિના ઉપયાગ કરે છે. પ્રભુના માર્ગથી ભૂલા પડવાના ભયથી મેાહનીયના ઔયિક ભાવની પ્રેરણાની અસર થવા દેતા નથી અને હંમેશાં અપ્રમત્ત રહે છે. પેાતાને આશ્રિત રહેલી અથવા તે પોતે જેના આશ્રયમાં રહેલાં હાય છે એવી પૌલિક વસ્તુઓમાં મમતા ન હેાવાથી તેના ક્ષણનિશ્વર સ્વભાવ પ્રમાણે તેમાં થતાં પરિવતનથી જરા ય મૂંઝાતા નથી, પણ હંમેશાં સમભાવમાં જ રહેલાં હેાય છે. જન્મમરણની વિકટ સમસ્યાના સાચી રીતે ઉકેલ કરેલા હાવાથી મૃત્યુથી ભયભીત થતાં નથી પણ તેના અંત લાવવાને નિરંતર પ્રયાસવાળા હાય છે. આત્મદર્શનની ઉત્સુકતાવાળા હાવાથી અનાત્મ તત્ત્વની