________________
સત્સંગ.
૨૦૧ :
કઈ પણ વ્યક્તિ પોતાનું શ્રેય સાધી શકતી નથી. જ્યાં સુધી મેહનીય ક્ષય અથવા ક્ષયોપશમ કરોને સ્વરૂપરમાણુતારૂપ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી પારકા સાને જ્ઞાની બની શકાય નહીં. પારકા જ્ઞાને જ્ઞાની બનેલા પારકું જ્ઞાન બીજાને બતાવી તેમના કરેલા પૂજા, સત્કાર અને આવકારથી ફૂલાઈ જઈને પોતાના જાણપણના મિથ્યાભિમાનથી બીજાના પ્રતિ તિરસ્કારની દષ્ટિથી જુવે છે તે એક પ્રકારની અધમતા છે. આવા પુરુષે પામર હોવાથી સત્ થઈ શકતા નથી.
સતપુરુષોની નિરંતર સૌમ્ય અને નિર્વિકાર દૃષ્ટિ હોય છે. તેમની છાયામાં રહેનાર ગમે તેટલે પાપી અને દુરાચારો કેમ ન હોય છતાં પાપપ્રવૃત્તિ છેડી દઇને સદાચારી બને છે; કારણ કે પુરુષોને આત્મા પવિત્ર અને ઉચ્ચ કેટીને હોય છે. એમને સંસારની કઈ પણ વિકૃતિ અસર કરી શકતી નથી. એમનાં ભાવનાબળથી જ અનેક જીવોનું ભલું થઈ શકે છે. આવા પુરુષોના દર્શન માત્રથી પ્રાણીઓને પરમ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે, તેમજ અજ્ઞાનતાથી થતો મૂંઝવણે દૂર થઈ જાય છે. એમની વાણીમાં વિષયોનું વિષ દૂર કરવાની અજબ શક્તિ રહેલી હોય છે. આવા પુરુષોનો સંગ તે સત્સંગ કહેવાય છે, અને તે પોતાના આત્માને પવિત્ર બનાવી ભાવસંપત્તિ મેળવવાની ઈચ્છાવાળા અવશ્ય કરે છે. સાચા સંતપુરુષો વસ્તુ સ્થિતિને જાણવાવાળા જ્ઞાની હોવાથી એમને કષાયવિષયે કનડતા નથી. પૌગલિક વસ્તુઓમાં ઈચ્છાનિષ્ટપણું ન હોવાથી એમની કેઈ સ્તુતિ કરે કે નિંદા કરે બંને ઉપર સમદષ્ટિપણું હોય છે. સ્તુતિ કરવાથી હર્ષના આવેશમાં મિથ્યાભિમાનને તાબે થતાં નથી અને નિંદા કરવાથી દિલગીર થતાં નથી. તેમજ પિતાની