________________
: ૨૦૦ :
વાન પ્રદીપ. છે. તેમજ તેમની સંગતમાં રહેનાર આત્માઓને સન્માર્ગે દેરીને તેમનું પરમ કલ્યાણ કરી શકે છે. આવા આત્માઓ સમ્યગ જ્ઞાની હોવાથી વૈષયિક સુખોથી વિમુખ રહેલા હોય છે કારણ કે તેઓ સાચા સુખના અનુભવી હેવાથી વૈષયિક સુખને દુઃખરૂપે જ માને છે, જેથી કરીને તેમને આત્મા શુદ્ર વૈષયિક વાસનાથી રહિત હોવાથી પિતાના આશ્રિતને અવળે. માર્ગે દોરતે નથી.સતપુરુષો અનુભવજ્ઞાનવાળા હોવાથી તેમને પથીના જ્ઞાનની ખાસ જરૂરત હોતી નથી.પોથીમાં લખેલાં જ્ઞાની પુરુષોના વિચારે મેહનીય કર્મના ક્ષય કે ક્ષયે પશમ વગરના છને મેહનીયના ક્ષપશમ અથવા ક્ષય કરવાને માટે નિમિત્તભૂત થઈ શકે છે ખરા, પણ જેને મેહનીય ક્ષોપશમ થવાથી મનવૃત્તિમાં આત્મવિકાસને પ્રકાશ પડતો હોય તેઓ પોથીઓ ન વાંચે તે પણ ચાલી શકે છે, કારણ કે તેમણે વાંચવા-ભણવાનું ફળ સમ્યજ્ઞાનતે મેળવેલું હોય છે, તેમને સ્પર્શધ થયેલ હોય છે.
મેહનીયના ક્ષપશમ વગરના એકલા જ્ઞાનાવરણીયના ક્ષપશમવાળા આત્માઓ જે પુસ્તક વાંચીને જ્ઞાની પુરુષના વિચારેને જાણે છે તેઓ મેહના દબાણને લઈને મિથ્યાભિમાનને તાબે થાય છે અને પોતે જ્ઞાની હેવાને દાવો કરે છે, પરંતુ મહામહના આવેશથી તેમની પ્રવૃત્તિઓ અજ્ઞાનતાની સૂચક હોય છે, અર્થાત્ રાગદ્વેષથી ભરપૂર અભણ માણસોની જેમ કષાય અને વિષયેથી કલુષિત થએલી હોય છે જેથી કરીને તેઓ અજ્ઞાની જ કહેવાય છે, છતાં વ્યવહારમાં માણસે તેમને વિદ્વાન કહીને બોલાવે છે. આવા કહેવાતા વિદ્વાને અસતને આવકાર આપવાવાળા હોવાથી અને અસના ઉપાસક હોવાથી સતપુરુષોની પંક્તિમાં ભળી શકતા નથી. એવાઓની સંગતથી