________________
સત્સંગ,
: ૨૦૫ :
~
~ ~~
~~~
મહાપુરુષે વિષયના આશ્રિત ન હોવાથી જ એમને ક્રોધ, માન, માયા, લોભ આદિ કષા તથા હાસ્યાદિ નેકષાયોને આદરવાની જરૂરત હેતી નથી. કષાયનેકષાયને આદર વિષયને માટે જ થાય છે. જો કે કષાય અને વિષય બંને ઓતપ્રોત રહેલાં છે, કારણ કે રાગદ્વેષને સમાવેશ કષાયમાં થાય છે. જે જડ ધર્મસ્વરૂપ ઈદ્રિયના વિષયમાં રાગદ્વેષ હોય છે તેને વિષય તરીકે કહેવામાં આવે છે, પણ જે ઇન્દ્રિયના વિષયમાં રાગશ્રેષના અભાવસ્વરૂપ સમભાવ હોય છે તે વિષય નથી કહેવાતા પણ વસ્તુને બેધ માત્ર કહેવાય છે. મેહનીયના ક્ષપશમ કે ઉપશમવાળાને વસ્તુનો બંધ કરવા ઇંદ્રિાની જરૂરત પડે છે પણ સર્વથા મેહનીયના ક્ષયવાળાને ઇંદ્રિયાની જરૂરત પડતી નથી, માટે સમભાવે ઇંદ્રિયોના વિષયોને ગ્રહણ કરવા તે બેધ અને વિષમભાવે ગ્રહણ કરવા તે વિષય. આવા વિષયને માટે રાગદ્વેષની જરૂરત પડે છે અને તે કષાયસ્વરૂપ હોવાથી વિષયા-- નંદી આત્માઓ વિષય માટે કષાયને આદર કરે છે, પણ વિષયવિરક્ત મહાત્માઓ કષાયથી મુક્ત હોય છે. સત્પુરુષ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જીવન, સુખ આદિ પિતાની સાચી સંપત્તિ મેળવવાના કામી હોવાથી પારકી પૌગલિક સંપત્તિના નિચ્છક હોય છે; તેમજ અણસમજણમાં ગ્રહણ કરેલી પર સંપત્તિને ત્યાગવાવાળા હોય છે, અને નવી પૌગલિક વસ્તુને ગ્રહણ કરતા નથી, કારણ કે તેઓ સમજે છે કે પૌગલિક વસ્તુઓ આત્મિક સંપત્તિ ખોયા સિવાય મળતી નથી અને એક વખત ખોયેલી આત્મિક સંપત્તિ પાછી મેળવતાં અત્યંત શ્રમ પડે છે, તેમજ ઘણા કાળ સુધી સંસારમાં રઝળવું પડે છે. આત્માને પોતાની પાસેથી સંપત્તિઓ ખેવાઈ ગયા પછી