________________
( ૧૪ ) પાત્ર બને છે અને જે પછી કોઈ કાળે અપમાનિત થતા નથી. આને જ આત્મસન્માન કહેવામાં આવે છે. જેઓ પૌગલિક વસ્તુના આશ્રયથી માન મેળવે છે તેઓ તેને વિયાગ થવાથી અપમાન મેળવે છે, માટે આ માન માન નથી પણ અપમાન જ છે અને તેને દેહસન્માન કહેવામાં આવે છે. દેહની સાથે પૌગલિક વસ્તુએને સંચાગ નિત્ય હોતું નથી, એટલા માટે જ આ સોગને વિયોગ થવાથી નામધારી દેહનું અપમાન થાય છે માટે તે માન ખોટું છે. જ્ઞાની પુરુષો આવા માન માટે પ્રયત્ન કરતા જ નથી.
અનાદિકાળની અજ્ઞાનતાને લઈને જ પિતે પૌગલિક વસ્તુઓની સત્તા નીચે દબાયેલા હોવા છતાં પણ પૌદ્ગલિક વસ્તુઓને પિતાની સત્તામાં રાખવા પ્રયત્ન કરે છે; પરંતુ પરિણામે તેઓ સફળતા મેળવી શકતા નથી. આત્માની સત્તા પિતાના જ્ઞાનાદિ ગુણે ઉપર હોઈ શકે છે પણ પૌગલિક વસ્તુ પર હોઈ શકતી નથી. જડ તથા જડના વિકારોની પાસેથી અનેક પ્રકારના કાલ્પનિક પ્રસંગો મેળવવા પ્રયાસ કરવા છતાં પણ સફળતા મેળવી શકતા નથી, કારણ કે પૌગલિક વરતુઓ સ્વભાવથી જ એક સ્વરૂપે રહેવાવાળી હોતી નથી અને એટલા માટે જીવન, સુખ, શાંતિ, આનંદ આદિને ચિરસ્થાયી બનાવી શકતી નથી. આત્મા કર્મની સત્તાથી પૌગલિક વસ્તુઓને પિતાને સ્વાધીન તે કરે છે, પણ જે ક્ષણે આ વસ્તુઓ સ્વાધીન થાય છે તે ક્ષણે આત્માને કાલ્પનિક સુખશાંતિને અનુભવ થાય છે, પણ બીજી ક્ષણે જ તે વસ્તુઓ આત્માની સત્તાને અનાદર કરીને પિતાના સ્વરૂપને ફેરવી નાખે છે અને સ્વતંત્રપણે આત્માને અણગમતા પ્રસંગે ઉપસ્થિત કરે છે, જેથી કરી આત્માને અનિચ્છાએ પણ તેને તાબે થવું પડે છે અને છેવટે કંટાળીને તેની પરાધીનતામાંથી મુક્ત થવા તેનો ત્યાગ કરવો પડે છે. જેઓ પરિશ્રમથી મેળવેલી વસ્તુ કેમ છેડાય