________________
: ૧૮ :
જ્ઞાન પ્રદીપ.
સુખી અથવા તે દુઃખી માને છે. જેમકે એક માણસની દૂર દેશાવરમાં પેઢી ચાલતી હોય, અને પોતે વિશ્વાસુ વાતરેને પેઢી ભળાવીને દેશમાં રહેતે હેય. ભાગ્યેજેગે પેઢીમાં મેટું નુકસાન આવવાથી પેઢીમાંનું સર્વસ્વ નાશ પામી ગયું હોય પણ
જ્યાં સુધી પેઢીના માલીકને ખબર પડે નહિ ત્યાં સુધી તે તે પિતાના દેશમાં મારી પાસે કોડેની સંપત્તિ છે, મારી પરદેશમાં પેઢી ચાલે છે, મારી પરદેશમાં સ્થવાર મિલ્કત પુષ્કળ છે, આવી મમતાથી પિતાને સુખી માની આનંદ ભગવતો હોય છે, પણ સંપત્તિને સર્વનાશ તેને કોઈ પણ દુઃખ દેતો નથી, પરંતુ જ્યારે તે સાંભળે છે કે પરદેશની સંપત્તિ સર્વથા નાશ પામી ગઈ છે ત્યારે મારું સર્વનાશ થઈ ગયું” એવી મમતાની પરિણતિ થવાથી પોતાનામાં દુઃખને આરેપ કરીને પોતે દુઃખ મનાવે છે, માટે મેહનીયના ક્ષપશમવાળા જે કહે છે કે સમતામાં સુખ છે તે સર્વથા સત્ય છે, કારણ કે સમતા આત્મિક ગુણ છે, અને તે કર્મનો વિકાર ન હોવાથી શુદ્ધ સુખસ્વરૂપ છે, અને આત્મવિકાસસ્વરૂપ હોવાથી તેનું પરિવર્તન થતું નથી, અર્થાત્ આત્મિક સુખ આત્માને શુધ્ધ સ્વભાવ હોવાથી નિરંતર સુખસ્વરૂપે જ રહે છે પણ નષ્ટ થતું નથી, તેમજ તેમાં હાનિવૃદ્ધિ પણ થતી નથી. હંમેશાં એકસરખું જ રહે છે. વિકારવાળી વસ્તુઓમાં હાનિ-વૃદ્ધિ તથા ક્ષણવિનશ્વરતા હોય છે પણ નિર્વિકાર વસ્તુઓમાં એમાંનું કશું ય હેતું નથી, માટે આવા આત્મસ્વરૂપ સાચા સુખને પ્રગટ કરવા મેહનીયના આવરણને તોડી નાખવા જોઈએ, અને તે શાશ્વતું સુખ મેળવવાની ઈચ્છાવાળાનું અવશ્ય કર્તવ્ય છે.