________________
સુખદુઃખ સમીક્ષા.
કે “એ તે કેઈકેળીને છેકરે ભિખારી છે. આ પ્રમાણે સાંભળતાવેંત ઊભા થઈને ઉતાવળથી જવાને તૈયાર થએલા માણસોનાં મનમાં “આ તે કઈ ભિખારી છે, અમારે છોકરો નથી” એવી વિચારણા થવાથી મમતા દૂર થતાંની સાથે જ ચિંતા અને દુઃખ પણ દૂર થઈ જાય છે. આવી જ રીતે આવા વ્યાખ્યાનના પ્રસંગે કેઈ આવીને કહે કે – અમુક શેરીમાં આગ લાગી છે” તે તે શેરીમાં રહેનારા માણસેના મનમાં ચિંતા ઉત્પન્ન થવાથી જવાને તૈયાર થયા હોય એટલામાં કઈ બીજે માણસ આવીને કહે કે “એક કળીનું છાપરું બની ગયું છે તે ચિંતાતુર માણસો “અમારા ઘરમાં આગ નથી લાગી એમ જાણ થતાંની સાથે જ ચિંતા રહિત થઈ જાય છે, પરંતુ તાત્વિક દષ્ટિથી વિચાર કરવામાં આવે તે મમતા દુઃખને ઉત્તેજિત કરનારી છે, પણ સુખને ઉત્પન્ન કરનારી નથી, કારણ કે જે છોકરા અને ઘર ઉપર મમતા છે તે મરી જાય કે બળી જાય તો પુષ્કળ દુઃખ થાય છે પણ જે વસ્તુઓ ઉપર મમતા હોતી નથી તે મરે અથવા બળે કે નાશ પામી જાય તો પણ તે વસ્તુઓ માટે ચિંતા કે દુઃખ થતું નથી. છેવટે પરિણામમાં વસ્તુનું જ સ્વરૂપ બહાર તરી આવે તે વસ્તુ તે સ્વરૂપવાળી કહેવાય છે. વસ્તુમાં મમતા કરવાથી સુખને આભાસ થાય છે પણ તે વસ્તુ નષ્ટ થવાથી મમતાનું સાચું સ્વરૂપ દુઃખ પ્રગટી નીકળે છે માટે મમતા દુખસ્વરૂપ છે પણ સુખસ્વરૂપ નથી.
પૌગલિક વસ્તુઓમાં થતાં વિચિત્ર પ્રકારના પરિવાથી કાંઈ જીવને સુખ–દુઃખને અનુભવ થતો નથી પણ મેહનીય કમના વિકારસ્વરૂપ મમતાને વસ્તુઓ સાથે સંબંધ થાય છે ત્યારે વિકૃતસ્વરૂપ સુખદુઃખને પોતાનામાં આરેપ કરીને પોતાને