________________
: ૧૬ :
જ્ઞાન પ્રદીપ,
વસ્તુઓ મારી છે, હું એને સ્વામી છું, એવી માન્યતા પછી તે વસ્તુઓને વાપરે કે ન વાપરે તે પણ પિતાને સુખી માને છે. પણ પારકી વસ્તુઓ પોતે વાપરવા છતાં, આ વસ્તુ મારી નથી એવી ભાવનાથી સુખ માનતો નથી, માટે પૌદ્ગલિક સુખમાં મમતાની જરૂરત રહે છે. જે વસ્તુઓમાં મમતા હોય છે તેમાં જ સુખને આરેપ કરે છે અને પિતાને એમ માને છે કે આ વસ્તુએથી જ હું સુખી છું, તેમજ આ વસ્તુઓ નાશ પામશે તે હું દુઃખી થઈ જઈશ, એવી સમજણથી તે વસ્તુઓની રક્ષા કરવા નિરંતર કાળજી રાખે છે અને સુખથી વિમુખ થવાથી વંચિત ન રહી જવાય એટલા માટે હમેશાં તેમાં રામા. રહે છે. મેહનીયના ઉદયથી વસ્તુસ્થિતિને અણજાણ હોવાથી મમતા દુઃખની વૃદ્ધિ કરનારી હોવા છતાં પણ સુખના માટે તેને કરવી પડે છે, પરંતુ તે વસ્તુના વિદ્યમાનપણમાં જ મમતાના - સત્યસ્વરૂપ દુખનો અનુભવ થઈ જાય છે તે પણ તે વસ્તુમાં રહેલી આસક્તિને છોડતો નથી અને તે વસ્તુ નાશ થઈ જાય. છે ત્યારે મમતાને લઈને ઘણે જ દુઃખી થઈ જાય છે.
કેઈ એક વિશાળ મકાનમાં વ્યાખ્યાન ચાલતું હોય, વક્તા અત્યંત આકર્ષક ભાષામાં વ્યાખ્યાન આપી રહ્યો હોય, વિષય પણ કપ્રિય હેય, શ્રોતાઓ પણ સાંભળવામાં મગ્ન બની ગયા હોય એવામાં કેઈ ત્યાં આગળ ગભરાયેલે ચહેરે બૂમ મારતો આવે કે એક છોકરો મોટર નીચે દબાઈને મરી ગયે તે ત્યાં વ્યાખ્યાનમાં બેઠેલાઓમાંથી જેટલા કરાવાળાઓ હોય તે બધાયને “મારે તે છોકરે નહીં હોય?” એવી મમતાને લઈને ચિંતા તથા દુઃખ થવાથી ત્યાંથી ઊભા થઈને બહાર દેડવાની તૈયારીમાં હોય અને એટલામાં કઈ બીજો માણસ આવીને કહે