________________
સુખદુખ સમીક્ષા.
: ૧૫ :
-~-~
આદિ ગુણે ઢંકાયેલા રહે છે એટલે જડ સંયેગી આત્મા સુખ વગરનો હોવાથી દુઃખી કહેવાય છે, જેથી કરી તેને સુખ મેળવવા બીજા જડ પદાર્થોની જરૂરત પડે છે અને તે જડ પદાર્થો મેળવ્યા પછી તેમાં સુખનો ઓરેપ કરી પોતાને સુખી માને છે, પણ જ્યારે તે જડ પદાર્થનો વિયોગ થાય છે ત્યારે પાછા પોતે પહેલાં કરતાં બમણું દુઃખ મનાવે છે. જેમ કેઈને ખરજવું થયું હોય અને ખણુજ આવતી હોય ત્યારે તે લાકડાની અણીથી કે તેવી જ કેઈ ધારવાળી વસ્તુથી ખણીને સુખ માને છે પણ ખણી રહ્યા પછી છોલાવાથી બળતરા થવાથી બમણે દુઃખી થાય છે, પણ જે ખરજવાને દવા કરી મૂળથી મટાડી દેવામાં આવે તો તે દુ:ખથી મુકાઈ જઈને સુખી થાય છે અને ખણુજનું દુઃખ મટાડી સુખી થવા ધારવાળી વસ્તુની પણ જરૂરત પડતી નથી, તેમજ તે વસ્તુઓના ઉપયોગથી થતું બમણું દુઃખ પણ જોગવવું પડતું નથી, તેવી જ રીતે આવરણવાળા દુ:ખી જીવને જડસ્વરૂપ કર્મોનો સર્વથા વિયેગ થવાથી સુખસ્વરૂપે પ્રગટ થઈ જાય છે કે જેથી કરીને સુખીને માટે ગ્રહણ કરવામાં આવતી પૌગલિક વસ્તુઓ કે જે પરિણામે બમણું દુઃખ આપે છે, અર્થાત્ આત્મિક સુખસ્વરૂપને બમણું ઢાંકી દે છે તેની જરૂરત પડતી નથી.
મેહના ઉદયવાળા છ મમતામાં સુખ માને છે ત્યારે મેહના ક્ષય કે ઉપશમવાળા સમતામાં સુખ માને છે. એક માણસ પાસે વસ્ત્ર ન હોય, મકાન ન હોય, ઘરેણાં ન હોય કે અન્ન ન હોય પણ બીજાની માલીકીની બધી ય વસ્તુઓ વિદ્યમાન હોય છતાં આ મારી નથી, એવું મનમાં હોવાથી પોતાને દુઃખી માને છે, પણ તે જ વસ્તુઓ પિતે મેળવે છે ત્યારે આ