________________
* ૧૯૪ :
જ્ઞાન પ્રદીપ.
રણે ખસી જવાથી આત્મિક સુખસ્વરૂપે પ્રગટ થાય છે અને સમ્યગ જ્ઞાનને વિકાસ થવાથી પૌગલિક વસ્તુઓના સત્ય સ્વરૂપને ઓળખી લે છે. એટલે જડ પદાર્થોમાં તેમને સુખ-દુઃખ અનુકૂળતા-પ્રતિકૂળતા આદિ અસભાને અનુભવ થતો નથી, પરંતુ તેઓ આત્મસ્વરૂપ સાચા સુખને અનુભવ કરવાવાળા હોય છે અને આ સુખ વિકૃતિસ્વરૂપ ન હોવાથી હંમેશાં રહેવાવાળું હોય છે, તેમજ પૌલિક આરોપિત સુખની જેમ તારતમ્યતા વગરનું હોય છે, તેમજ અનુભવ પણ એકસરખો જ હોય છે.
શરીર ઉપર મેલ લાગવાથી આવતી દુર્ગંધને દૂર કરવાને માટે સુગંધી પદાર્થ પડવામાં આવે છે. જ્યાં સુધી સુગંધી પદાથની અસર હોય છે ત્યાં સુધી દુર્ગધ જણાતી નથી અને સુગંધ આવે છે પણ સુગંધી પદાર્થની અસર દૂર થઈ ગયા પછી દુધ જેવી ને તેવી પ્રગટી નીકળે છે અથવા તે માથામાં કે પેટમાં સખત દુઃખાવો થતો હોય અને દવાનો ઉપયોગ કરવામાં આવે તો તે દવાની અસરથી તત્કાળ તે તે દુઃખાવો મટી જાય છે, પણ દવાની અસર દૂર થઈ ગયા પછી પાછે દુઃખા થવા માંડે છે. તેમજ પ્રતિકૂળ માનવામાં આવતાં પુદ્ગલેના સંસર્ગથી મનાતા દુઃખને દૂર કરવાને અનુકૂળ પૌગલિક વસ્તુઓને મેળવીને સુખ માનવામાં આવે છે, પરંતુ જ્યારે અનુકૂળ માનેલી પૌદ્ગલિક વસ્તુઓને સંસર્ગ દૂર થઈ જાય છે ત્યારે પાછા પિતાને દુઃખી માને છે.
આત્માની સાથે પૌગલિક વસ્તુઓનો સંગ માત્ર દુખસ્વરૂપ છે, કારણ કે જ્યાં સુધી આત્મા, રૂપી જડની સાથે સંયોગ સંબંધથી જોડાયેલ હોય છે ત્યાં સુધી તેના સુખ, આનંદ, જ્ઞાન