________________
: ૧૯૦ :
જ્ઞાન પ્રદીપ.
સુખ માનવામાં આવે છે, કે જે પરિણામે દુઃખસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે માનવી નિરાશા બતાવે છે.
હું સુખી નથી માટે સુખ મેળવું એવી ઈચ્છાથી પ્રાણુ જે પૌગલિક વસ્તુઓ મેળવવા પ્રયાસ કરે છે તે એક પ્રકારની બ્રમિક પ્રવૃત્તિ છે, કારણ કે સ્વરૂપથી સુખ પિતાની પાસે હોવા છતાં પૌદ્ગલિક વસ્તુઓમાં સુખને આરેપ કરે છે કે જેથી કરીને તેને તે વસ્તુઓમાં સુખની ભ્રમણા ઉત્પન્ન થાય છે એટલે તે પીગલિક વસ્તુઓમાં જ સુખ છે, એવી દઢ શ્રદ્ધાવાળો થવાથી પિતે સુખી થવા પૌગલિક વસ્તુઓની હંમેશાં ચાહના રાખે છે, અને પ્રયત્ન કરીને મેળવે પણ છે; પરંતુ ક્ષણવિનશ્વર સંગી વસ્તુઓને છેવટે વિયાગ થતાં મિથ્યા જ્ઞાન અને શ્રદ્ધાના અંગે પિતાને દુઃખન્ય માનીને પરિણામે દુઃખી થાય છે.
હું સુખસ્વરૂપ છું. મારી પાસે જ સુખ છે, માટે સુખી થવા મારે કઈ પણ પ્રકારના જડ પદાર્થોની જરૂરત નથી, આવા પ્રકારની પિતાનામાં જ સુખની શ્રદ્ધાવાળા આત્માને પૌત્રલિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા જ થતી નથી અને અજ્ઞાન અવસ્થામાં સંઘરેલા સુખસ્વરૂપ ઢાંકનાર કમના પુગલોથી મુકાવાનો પ્રયાસ
વૈષયિક સુખોમાં ઈચ્છાઓની વિદ્યમાનતા હોય છે ત્યારે આત્મિક સુખમાં ઈચ્છાઓને અભાવ હોય છે. જો કે આત્મસ્વરૂપ સુખ પ્રકટ કરવાની ઈચ્છા થાય છે પણ તે એક નામની જ ઈચ્છા હોય છે; સ્વરૂપથી તો તે અનિચ્છા જ છે, કારણ કે કૃત્રિમ અને અકૃત્રિમ બંને પ્રકારના સુખની ઈચ્છાઓની ભાવનામાં ઘણી જ ભિન્નતા હોય છે. વૈષયિક સુખની ઈચ્છામાં ઈષ્ટ પૌ