________________
સુખદુઃખ સમીક્ષા.
: ૧૮૯૪
mannnnnnn
કળાથી રીઝવીને ખુશ કરે છે અને તેમની કરેલી પ્રશંસા સાંભળીને રાજી થાય છે, તેમજ બીજાએ ખુશ થઈને આપેલા દ્રવ્યથી મનગમતાં વૈષયિક સુખના સાધને મેળવીને પિતાને સુખી માને છે. તેવી જ રીતે વિદ્યાની બક્ષિસવાળો વિદ્વાન પિતાની વિદ્વત્તાની કળાથી બીજાના મનનું આકર્ષણ કરીને પોતાની ક્ષુદ્ર વિષયવાસનાઓને પૂરી કરે છે અને પોતાને સુખી માને છે. આ જ પ્રમાણે રૂપ, બળ, ધન વગેરે વગેરેની બક્ષિસવાળાઓ પોતાને મળેલી કુદરતી બક્ષિસેદ્વારા વૈષયિક વાસનાઓને તૃપ્ત કરીને સુખ માને છે, છતાં પરિણામે આ બધાયની ખાંડની ચાસણી ચઢાવેલા ઊંટના લીંડાને ચૂસવા જેવી અવસ્થા થાય છે અર્થાત ઊંટના લીંડા ઉપર ખાંડ ચઢાવીને બનાવેલા લાડુને મુખમાં મૂકવામાં આવે તે પહેલાં ખાંડનું પડ હોય ત્યાં સુધી તો મીઠું લાગે પણ ખાંડ ઓગળી ગયા પછી પાછળથી છાણને નિરસ સ્વાદ આવે છે તેમ પૌદ્ગલિક વસ્તુએમાં મગ્ન રહીને વિષયમાં સુખ માનનારાઓ છાણના ગેળા જેવા દુ:ખના પિંડ ઉપર ખાંડના લેપના જેવા સુખાભાસને ચાખીને કાંઈક સુખ માને છે, પરંતુ ક્ષણવાર સુખ માન્યા પછી ઘણા કાળ સુધી દુઃખને જ અનુભવ કરે છે.
વૈષયિક સુખ સચેતન અથવા અચેતન જડવસ્તુઓને આધીન રહેલું છે અને તે ઇદ્રિ સાથે પૌગલિક વસ્તુઓને સંબંધ થવાથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા પોતાને સુખી હેવાનું અભિમાન ધરાવે છે. વાસ્તવિકમાં પૌગલિક વસ્તુઓને ઈદ્રિ સાથેનો સંબંધ સ્વરૂપથી સુખ નથી, પરંતુ સંસારવાસીઓએ કલ્પનાથી નિર્ણત કરેલ ઉપાધિજન્ય સુખાભાસ છે. આ બધુંયે હોય છે તે દુઃખસ્વરૂપ પણ અજ્ઞાનતાથી