________________
દુઃખ ભગવતી દુનિયા.
: ૧૫ :
વશ લોભથી વધુ વસ્તુ મેળવવા જતાં મેળવેલી વસ્તુ પણ બેઈ બેસે છે, જેથી કરીને વધુ દુઃખી થવાને પ્રસંગ બને છે. તાત્ત્વિક દષ્ટિથી જોતાં પૌગલિક સુખ તે દુઃખમાં સુખના આરોપ સિવાય સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. પ્રયાસ કરવાથી ઈચ્છિત વસ્તુ મેળવનાર ક્ષણવાર સુખ માને પણ પોતાનાથી વધુ સંપત્તિવાળાને જોઈને તરત જ વધુ મેળવવાની ઈચ્છાને આધીન થવાથી, હો તે પાછો દુઃખી થાય છે. કદાચ કંઈ મળ્યું હોય તેટલાથી જ સંતોષ માની લે તો પણ તે હંમેશાં વસ્તુ વપરાઈને જીર્ણ થવાથી, ઓછી થવાથી કે નષ્ટ થવાથી પાછા દુઃખ જ અનુભવે છે. અને જે વસ્તુને ન વાપરતાં રાખી મૂકે છે, તો પણ તેના સંગની અવધિ પૂરી થતાં કઈ પણ નિમિત્તથી તેને વિયોગ થાય છે અને છેવટે વસ્તુના સંઘરનારને દુઃખ થાય છે. પુદ્ગલાનંદી જી પૌગલિક સંપત્તિ મેળવનારને માન આપે છે, તેની પ્રશંસા કરે છે તેમાં પણ તારતમ્યતા રહેલી છે તેમજ કેટલેક અંશે સ્વાર્થ પણ રહેલો હોય છે. જેમ જેમ વધારે સંપત્તિ તેમ તેમ વધારે પ્રશંસા, વધારે માન અને જેમ ઓછી સંપત્તિ તેમ ઓછું માન; પરંતુ જે પિતાની સંપત્તિમાંથી કાંઈક બીજાને લાભ મળી શકતો હોય તો ઓછી સંપત્તિવાળો પણ સારું માન તથા સારી પ્રશંસા મેળવી શકે, માટે પુદગલાનંદી દુનિયાને રાજી કરી આનંદ મેળવવા તથા તેની દૃષ્ટિમાં પોતાને સુખી માનવા જી પૌગલિક વસ્તુઓ વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા અસંતોષપણે નિરંતર અંદરથી દુઃખી થઈ રહ્યા છે. પરાધીન સુખ તથા આનંદ અ૫ કાળના તેમજ અવાસ્તવિક હોય છે, કારણ કે પૌગલિક વસ્તુઓ પ્રથમ તે પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે એટલે તે વસ્તુઓ મેળવ