________________
: ૧૮૬ ઃ
જ્ઞાન પ્રદીપ.
ચી૫
નારને તે નવી હોવાથી આનંદ આપે છે, પણ જેમ જેમ વખત જાય છે તેમ તેમ તે અણગમે ઉત્પન્ન કરે છે. જેનારાઓ પણ એક વખત તે વસ્તુને વખાણે છે, તો અન્ય સમયે વખેડે છે અને આત્મસ્વરૂપ સાથે સંબંધ ન હોવાથી અવાસ્તવિક છે, માટે જડ વસ્તુઓના સંબંધ અકિંચિત્કર હેવાથી દુઃખરૂપ છે.
સંસારમાં પૌલિક વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં છે. અને તે બધીએ એક જ ભવમાં એક સાથે પ્રાપ્ત થઈ શકતી નથી. અમુક વસ્તુઓ અમુક ભવમાં જ પ્રાપ્ત થાય છે. જે વસ્તુઓ દેવગતિમાં પ્રાપ્ત થાય તે મનુષ્યગતિમાં પ્રાપ્ત થતી નથી અને જે વસ્તુ મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે તે દેવગતિમાં પ્રાપ્ત થતી નથી. અને એક ભવમાં મળવાવાળી વસ્તુ પણ કેમ કરીને મળતી હોવાથી કોઈને કોઈ વસ્તુની ખામી રહી જાય છે અથવા તે નવી મળે છે તે જૂની નષ્ટ થઈ જાય છે. એટલે જીવંત પર્યત મળેલી વસ્તુ વધારવાની અને નવી વસ્તુ મેળવવાની તૃષ્ણાથી પુગલાનંદી દુનિયા દેખીતી રીતે તો સુખી તથા આનંદી જ જણાય છે પણ અંદરથી તે દુઃખ તથા દિલગીરીથી ભરેલી હોય છે.
આ પ્રમાણે પરાધીન સુખ તથા આનંદ મેળવવા ટેવાઈ ગયેલી દુનિયાને આત્મિક સંપત્તિ મેળવી નિત્ય સુખ તથા આનંદ મેળવવાની ઈચ્છા સરખીએ થતી નથી અને એટલા માટે જ પુદગલાનંદી સંસાર પરમ દુઃખી થઈ રહ્યો છે. ભલે પછી તે પિતાને સુખી માની આનંદ કે મજા ભગવતે હોય પરંતુ પરિણામે તે અત્રે જ દુ:ખ ભોગવતે નજરે પડે છે. જડ વસ્તુને સંગ થાય એટલે સુખ માનવું અને વિયેગ થાય એટલે દુઃખ માનવું તે કેવળ એક ખોટી માન્યતા જ છે,