________________
દુ:ખ ભેગવતી દુનિયા.
: ૧૮૩૦
મેળવવા ભિન્ન ભિન્ન દિશામાં પ્રયાણ કરી રહી છે. પોતપોતાનું ઈષ્ટ સાધવાને બન્ને પ્રકારની દુનિયાને દુખ સહન કરવું પડે છે, છતાં આત્મિક સંપત્તિ મેળવવાવાળીને સાચું સુખ મળ્યા પછી દુઃખને અંત આવી જાય છે. જેથી કરીને પછી કઈ પણ કાળે દુઃખી થતી નથી અને પદ્ગલિક સુખના સાધન ક્ષણવિનશ્વર હોવાથી તેનાથી મળતા આનંદ તથા સુખ પણ ક્ષણવિનશ્વર હોય છે કે જે પરિણામે દુઃખના ઉત્પાદક બને છે અને તેથી કરીને પીગલિક સુખને માટે દુઃખી થતી દુનિયા વૈષયિક સુખના અનુભવ પછી હંમેશાં દુઃખી રહે છે. સંસારને મોટો ભાગ પીગૈલાનંદી દુનિયાનું અનુકરણ કરવાવાળે હેય છે. આ દુનિયા જે પ્રવૃત્તિ કરીને પિતાને સુખી માની આનંદ મેળવતી હોય તે જ પ્રવૃત્તિ કરીને આનંદ મેળવવાવાળાની સંખ્યા સંસારમાં ઘણી છે, પણ આત્મિક સંપત્તિ મેળવી નિત્ય સાચું સુખ મેળવવાવાળી દુનિયાનું અનુકરણ કરવાવાળા તો બહુ જ ઓછા પ્રમાણમાં છે. પુદ્ગલાનંદી દુનિયાને ગમે તેમ વતીને તેમની પ્રશંસાદ્વારા આનંદ તથા સુખ મેળવવા જેટલા આતુર હોય છે તેટલા આતુર આત્માનંદીને ગમે તેમ વર્તીને તેમની પ્રશંસાદ્વારા આનંદ મેળવવાને હેતા નથી. આત્માના વિકાસસ્વરૂપ સાચે આનંદ મેળવવાવાળા માનવીઓ નિરંતર શ્રેયકારી પ્રવૃત્તિઓ કરે છે. કેઈ પણ પ્રકારે પરમાત્માની આજ્ઞાઓ ઓળંગીને અપરાધી ન બનાય તેમ વધારે સાવધાન રહે છે. વિકારી પુરુષોના વિચારે તથા વતન તરફ પૂરતું ધ્યાન આપે છે. તેમની પ્રશંસાનું પાત્ર બનીને પિતાને ભાગ્યશાળી માને છે. પોતાના વિચાર, વતન તથા ઉચ્ચ દશાના વખાણ સાંભળીને પરમ આનંદ અનુભવે છે અને છેવટે