________________
માની માનસિક
હી હોવાથી અથવા તે
: ૧૮૨ :
જ્ઞાન પ્રદીપ. દેખીતી રીતે બહા સંપત્તિથી ભરપૂર કેમ ન હોય; છતાં જેને માનસિક સુખ નથી તે સુખી નથી, કારણ કે પૌગલિક સુખને આધાર માનસિક સુખ ઉપર રહે છે. તૃષ્ણાને લઈને વ્યાપારમાં હજારની રકમ રેકેલી હોવાથી, નુકસાનીની શંકા રહેવાથી, ગજા ઉપરાંત વ્યાપાર કરવાથી અથવા તો સ્વજનપરિ વારની પ્રતિકૂળતા હોવાથી કે પુષ્કળ દેવાદાર થઈ જવાથી મનમાં અનેક પ્રકારની હોળી સળગતી હોય અને તે પછી બંગલામાં રહે, મેટરમાં ફરે કે મિષ્ટાન્ન ખાઓ તે પણ સુખી થઈ શકતા નથી. જેથી કરીને આનંદના અભાવે દુખે જીવે છે. માનસિક દુઃખથી મુકાવાને માટે જ માણસે મેજશોખમાં પડી જાય છે, દેવું કરીને પણ મજશેખની વસ્તુઓને મેળવે છે. સિનેમા નાટક જોવાં, અનેક પ્રકારની રમત રમવી, નિષ્કારણ ભેગા મળી તડાકા મારવા, ગોઠે ઉડાવવી, મુસાફરીએ નીકળી પડવું વગેરે વગેરે અનેક પ્રકારના પ્રયત્ન માનસિક દુઃખ ભુલાવવાને કરવામાં આવે છે, છતાં પરિણામે માનસિક દુઃખ ઘટવાને બદલે વધી પડે છે. જો દેવું કરીને માજશેખ કરે તે પાછળથી દેવું ચુકાવવાની ચિંતા વધી પડે છે અને જે પોતાના પૈસા વાપરે છે તો છેવટે પૈસા પાછા મેળવવાની ચિંતા અને ન મેળવી શકાય તે કંગાળ બની જવાથી જીવનનિર્વાહ કરવાની ચિંતા.
સુખ મેળવવાનો પ્રયાસ કરતી દુનિયાના બે વિભાગ પાડી શકાય છે: એક તે આત્મિક સંપત્તિ મેળવી સાચું સુખ તથા આનંદ મેળવવા પ્રયાસવાળી અને બીજી પૌગલિક સુખનું સાધન પૈસે મેળવી બનાવટી સુખ તથા આનંદ મેળવવા મથતી દુનિયા. આ બંને પ્રકારની દુનિયા પોતાનું ઈચ્છિત.