________________
: ૧૮૦ :
જ્ઞાન પ્રદીપ.
કરે છે. લેાકા મનગમતી વસ્તુએ જોવાથી રાજી થઈને તે વસ્તુના માલીકના વખાણ કરે છે જેને સાંભળીને પોતે આનંદ માને છે.
ગરીબ માણસા સાદા ખારાક અને સાદાં વસ્રો મેળવવા પૂરતું ધન કમાવાની ચિંતાવાળા હેાય છે. રાજના ખચ પ્રમાણે ચાર-છ આના મળી ગયા કે પછી બાદશાહ પાતાના ઝૂંપડામાં આનંદથી દિવસ પસાર કરે છે. એમને ખગ, મંગલા, મેટર આદિ મેાજશેખના સાધનાની જરૂરત રહેતી નથી. તેમજ આ વસ્તુઓની સ્વપ્ને પણ ચાહના હાતી નથી, માટે આવા જીવા ઓછા કષ્ટ ઠીક ઠીક આનંદ મેળવે છે અને સુખે જીવે છે.
પુન્યના ઉદયથી જેમની પાસે જીવનનિર્વાહ કરતાં પૈસા વધી પડે છે ત્યારે તેઓ દુનિયાને રાજી કરીને આનંદ મેળવવા પ્રયાસ કરે છે. કેટલાક હજારા ખેંચીને માગમ'ગલા તૈયાર કરાવે છે, અને તેમાં રહીને પેાતાને સુખી માને છે, કારણ કે દુનિયાના મોટા ભાગ આવી રીતે રહેનારને શ્રીમત તથા સુખી તરીકે ઓળખે છે, અને ભાગ્યશાળી છે, સુખી જીવન ગાળે છે, એમ જોનારાઓ વારવાર પ્રશંસાના ઉદ્ગારા કાઢે છે, જેને સાંભળીને તેઓ અત્યંત આનંદ અનુભવે છે.
જડ વસ્તુઓમાં આનંદ માનવાવાળી પુદ્ગલાની અજ્ઞાન દુનિયા અનીતિ તથા અધમનું આચરણ કરીને પણ મહાકષ્ટ મેળવેલ દ્રવ્યથી આનંદ મેળવવાને જનતાની માન્યતા તરફ. વધારે ધ્યાન આપે છે. દરેક પ્રવૃત્તિમાં જનતા જેમ વર્તીને આનંદ માનતી હાય, પાતે પણ તેમ વર્તીને આનંદ મનાવે છે. રહેણીકહેણીમાં પૂરતું અનુકરણ કરીને પેાતાને સુખી માને છે