________________
on૦૦૦૦૦૦૦૦૦૦૦ *૦૦૦૦૦૦૦૦૦૦૦;.
ooooooo
૭
દુ:ખ ભોગવતી દુનિયા.
specરૂ (૨૧) છા આનંદની ભ્રમણાથી દુઃખ ભેગવતી દુનિયા.
વસ્તુસ્થિતિથી અજાણ દુનિયાનો આનંદ પરાધીન રહેલો છે. આ આનંદ મેળવવાને માણસને ઘણું જ દુઃખ સહન કરવું પડે છે. જ્યાં સુધી એક માણસની પ્રવૃત્તિ તથા કાર્યને બીજા માણસો રાજી થઈને વખાણે નહિ ત્યાં સુધી તેને આનંદ મળી શકતો નથી અર્થાત્ આનંદ મેળવવાને આધાર અન્ય માણસેને આપણું કાર્ય ગમવા ઉપર રહેલ છે. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે બીજાને રાજી રાખવા માટે જ.
માણસને જીવનનિર્વાહ માટે બે વસ, શેર અનાજ અને રહેવાને સાધારણ મકાનની જરૂરત ખરી, બાકી તે ધનસંપત્તિને વધારે બીનઉપયોગી હોવાથી વ્યર્થ છે; કારણ કે ધનસંપત્તિના વધારાથી આયુષ્ય કે આરેગ્યતામાં વધારે થતું નથી. આમ હોવા છતાં પણ માણસો આનંદ મેળવવાની ખાતર અનેક પ્રકારનાં કષ્ટો સહન કરીને દ્રવ્ય ઉપાર્જન કરે છે અને પછી લેકને ગમે તેવી વસ્તુઓ તૈયાર કરવામાં તેનો ઉપયોગ