________________
: ૧૭૮ :
જ્ઞાન પ્રદીપ.
કારણ કે સંસારમાં જે આત્મા સાચું સુખસ્વરૂપ પ્રગટ કરી શકતા નથી તે મુક્તિમાં પણ સુખ મેળવી શકતા નથી. સાચું સુખસ્વરૂપ પ્રગટ થયા પછી આત્માને સંસારમાં અનેક પ્રકારના જડના સંચાગામાં પણ પેાતાની અલિપ્ત મુક્તદશા અનુભવાય છે એટલે પછી પેાતાને મુક્તસ્વરૂપ જ જુએ છે.
સાચા સુખના સ્વરૂપના વિચાર કરતાં અનુભવ એમ જણાવે છે કે જડ વસ્તુઓમાંથી જેટલે જેટલે અંશે રાગ-દ્વેષ આછા થતા જાય છે તેટલે તેટલે અંશે આત્માનુ સુખસ્વરૂપ પ્રગઢ થતું જાય છે અને તે સભ્યજ્ઞાન સિવાય થઈ શકતું નથી. સમ્યગ્ જ્ઞાન થયા પછી જ જડ વસ્તુઓ ઉપરથી રાગદ્વેષની એછાશ થતી જાય છે. મિથ્યા જ્ઞાન જડ વસ્તુઓમાં રાગ-દ્વેષ વધારતુ હાવાથી સુખના વિકાસ કરી શકતું નથી. મિથ્યા જ્ઞાનથી મિથ્યા સુખ થાય છે, અને સમ્યાનથી સાચું સુખ અનુભવાય છે. રાગદ્વેષ સથા ક્ષય થઈ જવાથી સપૂર્ણ સુખસ્વરૂપના વિકાસ થાય છે.
આત્મા મિથ્યા જ્ઞાનને લઇને જડ વસ્તુઓમાં સુખદુઃખના આરોપ કરે છે જેથી કરીને જડ વસ્તુઓની અસર આવરણવાળા આત્મા ઉપર થવાથી રાગદ્વેષની વિકૃતિ ઉત્પન્ન થાય છે કે જેના અંગે આત્માને મિથ્યા સુખદુઃખનેા આભાસ થાય છે. આ સુખદુઃખ ક્ષણિક અને વિકૃતિજન્ય હેાવાથી જ મિથ્યા કહેવાય છે અને વાસ્તવિકમાં વિચાર કરીએ તે મિથ્યા સુખદુઃખ જેવી કઈ વસ્તુ જ નથી. ક્ષણિક અને વિકૃત સ્વભાવવાળી જડ વસ્તુઆમાં આત્માની સ્વત્વપણાની બુદ્ધિ તે દુઃખ અને તે દુઃખમાં પોતાના સખસ્વરૂપના આરોપ કરવાથી આભાસ થતા આળે તે સુખ, આ સિવાય પુદ્ગલામાં કઈ પણ પ્રકારનું સુખ-દુઃખ છે જ નહિ.
•