________________
સુખ સમીક્ષા.
: ૧૭૭ :
જડ વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અને અરૂપી જડ તથા ચૈતન્ય અનુમાનથી જણાય છે, પણ સાક્ષાત્કાર થઇ શકતા નથી. આત્માને જે દુખના પરિણામે સુખ અને દિલગીરીના પરિણામે આનંદ થાય છે તે સુખ તથા આનંદ વાસ્તવિક નથી; કારણ કે દુઃખના સાથે રહેવાવાળું સુખ અને દિલગીરીના સાથે રહેવાવાળો આનંદ તે પુદ્ગલાના વિકાર છે અને તે વિકારવાળા પુદ્ગલેાની સાથે આત્માના સંચેગ હોવાથી આત્માને સુખદુઃખની માત્ર ભ્રમણા જ થાય છે. સુખ-દુઃખ, દિલગીરી, આનંદ આ બધીએ પુદ્દગલાની અવસ્થા છે પણ આત્માનુ સ્વરૂપ નથી, સંસારી જીવની માત્ર કલ્પના જ છે. આ પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાય છે કે વાસ્તવિક સુખ ઇંદ્રિયાતીત છે અને તે આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ આદિથી મુકાઇ જવાથી પ્રગટ થાય છે. સાચા સુખના વિકાસી આત્માને ‘હુંદુ:ખી હતા તે હવે સુખી થયેા. મને બહુ જ શાક રહેતા હતો, મંહુજ દિલગીરી રહેતી હતી, ઘણી જ મેચેની રહેતી હતી, પણ હવે હું આનંદમાં રહુ છુ” આવી આવી સ્ફુરણાએ થતી જ નથી.
સાચું સુખસ્વરૂપ જે આત્મામાં પ્રગટ થયેલુ હાય છે તેને કોઈ પણ જડમાં અનુકૂળતા-પ્રતિકૂળતા હાતી નથી, ભલે પછી તે જડ વસ્તુઓને ઇંદ્રિયાથી ગ્રહણ કરતા હાય કે ઇંદ્રિયાની મદદ વગર પ્રત્યક્ષ કરી શકતા હાય; પર ંતુ જડના વિકારસ્વરૂપ સુખ, દુઃખ તેને થઈ શકતા નથી. અનેક પ્રકારના જડના સચાગેામાં તેની સામ્ય અવસ્થા જ રહેવાની, સ’સારમાં હાવા છતાં પણ પેાતાને મુક્ત સ્વરૂપ જ માનવાના અને સંસારમાં ઘણું જ દુઃખ લાગવી રહ્યો છું માટે અહીંથી છૂટી જઈને મુક્તિ મેળવુ તો સુખી થાઉં આવી કલ્પના સરખીએ તેને નહિ થવાની;
૧૨