________________
: ૧૭૬ :
જ્ઞાન પ્રદીપ.
જડ વસ્તુઓથી વિરક્ત થયેલા આત્માને જડ વસ્તુઓને સચૈાગ સુખ, દુ:ખ આપી શકતા નથી. જો જડમાં આત્માને સુખી અથવા તે। દુઃખી કરવાની શક્તિ હાત તેા વીતરાગદશાને પામેલા તીર્થંકરાને અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ લક્ષ્મી પ્રાપ્ત થવાથી પેાતાને અત્યંત સુખી માનત અને મુક્ત અવસ્થામાં આ બધીએ વસ્તુએના વિયાગ થવાથી પેાતાને અત્યંત દુઃખી માનત, પરંતુ વીતરાગદશાવાળા આત્માએ પૌઢગલિક વસ્તુઓના સંચાગ થી સુખી થતા નથી અને વિયેાગથી દુઃખી થતા નથી પણ રાગદ્વેષના સવથા ક્ષય થઈ જવાથી સમભાવે રહે છે.
સંસારી જીવાએ કલ્પેલા સુખ–દુ:ખ વાસ્તવિક નથી, કારણ કે તે અને જડના વિકારસ્વરૂપ છે, જેમ માણસને શરીરમાં સોજા આવવાથી ફૂલી જાય છે અને તે સ્થૂલ જણાય છે છતાં તે સ્થૂલ કહેવાય નહિ પણ રાગી હેવાય છે. અને આ શરીરની સ્થૂલતા તે વિકૃતિ છે પણ પ્રકૃતિ નથી તેવી જ રીતે બાગ, બગલા, વસ્ત્ર, ઘરેણાં આદિ વસ્તુએ વિકારભાવને પામેલા પુદ્ગલા છે કે જેની આકૃતિઓને આશ્રયીને સુખ-દુઃખ માનવામાં આવે છે તે ભિન્ન આકૃતિમાં બદલાઇ જવાથી તેમાંનું કશુંયે હાતું નથી.
સુખને કાઈ પણ ઈંદ્રિય ગ્રહણ કરી શકતી નથી તેમજ કલ્પનામાં પણ આવી શકતું નથી અને જે ઇન્દ્રિયાથી અને મનથી ગ્રહણ થાય છે તે સુખ નથી; કારણ કે સુખ એટલે આત્મા અને અરૂપી હોવાથી ઈદ્રિયાથી ગ્રહણ થઈ શકતા નથી. આત્મા નિરાવરણ જ્ઞાનદ્વારા પોતાના સુખસ્વરૂપને જાણી શકે છે. તે સિવાય આવરણવાળા જ્ઞાનથી આત્મસ્વરૂપ સુખ આદિ અરૂપી વસ્તુઓ ગ્રહણ થઇ શકતી નથી. આવરણવાળા જ્ઞાનથી જાણવાને જડ વસ્તુઓની મદદ લેવી પડે છે અને જડની મદદથી રૂપી