________________
સુખ સમીક્ષા.
: ૧૭૫ :
છે અને તે મીઠાશ વગરની કાઈ પણ વસ્તુમાં ભળે છે ત્યારે મીઠાશ જ આપે છે પણ કડવાશ આપતી નથી તેમ જડ, સુખ વગરના કાઈ પણ આત્મામાં ભળે ત્યારે સુખ જ આપવુ જોઈએ; પરંતુ સંસારી જીવેાની માન્યતા પ્રમાણે જેમ સુખ જડના સંચાગથી થાય છે તેમ દુઃખ પણ જડના સંચાગથી થાય છે એટલે કેટલાક જડમાં સુખ છે અને કેટલાક જડમાં દુઃખ છે એમ સાષિત થાય છે. જડના વિયાગથી પણ સંસારી જીવને દુઃખ થાય છે ત્યારે આત્મામાં દુઃખ છે . અને જડમાં સુખ છે એમ સમજાય છે, પણ તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરતાં આ બધુ` ય અસભવિત લાગે છે; કારણ કે જેમ સુખ જડનો ધર્મ નથી તેમ દુઃખ પણ આત્માનો ધર્મ નથી, પરંતુ આત્મા પેાતાના ધમસુખનો જડ વસ્તુઓમાં આરોપ કરીને માહના આવરણને લઇને અજ્ઞાનતાથી જડમાં સુખ માને છે. જો કે જડમાત્ર આત્માના ગુણાનો નાશ કરવાવાળા હોવાથી પ્રતિકૂળ જ છે છતાં આત્મા કેટલીક જડ વસ્તુઓને અનુકૂળ માને છે અને કેટલીકને પ્રતિકૂળ માને છે. અનુકૂળ વસ્તુઓનો સંયાગ અને પ્રતિકૂળ વસ્તુઓનો વિયેાગ તે સુખ અને પ્રતિકુળ વસ્તુઓના સંચાગ અને અનુકૂળ વસ્તુઓનો વિયેાગ તે દુઃખ. આ પ્રમાણે સંસારી જીવા સુખદુઃખની વ્યાખ્યા કરે છે અને તે સુખને મેળવવા અને દુઃખને દૂર કરવા હુંમેશા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાઇક વખત અનુકૂળ વસ્તુ પ્રતિકૂળ થઈ જાય છે અને પ્રતિકૂળ વસ્તુ અનુકૂળ થઈ જાય છે. ત્યારે જે વસ્તુનો સ્વીકાર કરતા હાય તેના તિરસ્કાર કરે છે અને જેને તિરસ્કાર કરતા હાય તેના સ્વીકાર કરે છે. ઉપર પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે જડમાં સુખ-દુઃખ જેવું કાંઇ છે જ નહિ અને એટલા માટે