________________
: ૧૯૭૪ :
જ્ઞાન પ્રદીપ.
આત્મિક તથા પૌઢગલિક કહેવાતું નથી. મનુષ્ય અને તેના પડછાયામાં જેટલું અંતર છે તેટલું જ અંતર આત્મિક સુખ અને પૌલિક સુખમાં છે. આત્મિક સુખ સાચું છે અને તે આત્માના ધમ હોવાથી હમેશા કાયમ રહેવાવાળું શાશ્વતુ છે. કોઇ પણ સમયે આત્મા સુખ વગરના હાતા નથી, એક સમય પણ આત્મા સુખ વગરના થાય તે તે પાતાનું અસ્તિત્વ ખાઇ એસે છે. જેમ સાકરમાંથી એક સમય પણ મીઠાશ ચાલી જાય તે તે સાકર નહિ પણ પત્થર કહેવાય છે તેમ આત્મામાંથી સુખ ચાલ્યું જાય તે તે આત્મા નહિ પણ જડ કહેવાય છે, અને એટલા માટે જ આત્માની ઓળખાણ સુખદ્વારા કરવામાં આવે છે, અને સુખસ્વરૂપી આત્મા કહેવામાં આવે છે. સુખના પુજ તે જ આત્મા છે પણ જડ નથી, તે પછી જડમાં સુખ ક્યાંથી હેાઇ શકે ? આત્મા એમ માને છે કે મારામાં સુખ નથી પણ જડમાં છે, આવી માન્યતા માહનીય કાઁના આવરણને લઇને થતી એક પ્રકારની મિથ્યા ભ્રમણા છે. જો જડ વસ્તુઓમાં સુખ હાય તા જડસ ચાગી આત્મા હંમેશાં સુખી હાવા જોઇએ. જડ વસ્તુઓના સંચાગ હોવા છતાં પણ જે દુઃખ મનાવે છે તે ન થવું જોઇએ; પરંતુ સંસારી પુદ્ગલાનંદી જીવેામાં જણાય છે કે અમુક જડ વસ્તુના સંચાગને અનુકૂળ માની સુખ મનાવે છે અને અમુક સંચાગાને પ્રતિકૂળ માની દુઃખ મનાવે છે, તેા પછી એમ માનવાને કારણ મળે છે કે કેટલીક જડ વસ્તુઓમાં સુખ છે અને કેટલીકમાં નથી, પણ આ બધીએ માન્યતા ખાટી છે; કારણ કે સુખ જડના ધમ હાય તેા પછી જડના સંચાગામાં અનુકૂળ-પ્રતિકૂળપણાને ભેદ ન હેાવા જોઇએ. કાઈપણ પ્રકારના જડના સંચાગેાથી સુખ જ થવું જોઈએ પણ દુ:ખ ન થવું જોઇએ. જેમ સાકરમાં મીઠાશ