________________
: ૧૭૨ :
જ્ઞાન પ્રદીપ.
નશાને લઇને જ્ઞાનાદિ પેાતાના ધર્મો જડમાં ખાળી રહ્યો છે, અને જડ સિવાય પેાતાની ગતિ જ નથી, પેાતાના નિર્વાહ થઈ શકતા જ નથી એવી દૃઢ માન્યતાથી જડની ઉપાસના કરી રહ્યો છે. પ્રત્યક્ષ જણાય છે કે દેહ-ગેહાદિ જડ વસ્તુઓ ભિન્ન ગુણધમવાળી હાવાથી પેાતાનાથી સર્વથા ભિન્ન છે તે પણ તે વસ્તુએમાં પોતાના જ સુખ, આનંદ તથા જીવન આદિ ધર્મના આરોપ કરી તેના ઉપર મમતા ધારણ કરી રહ્યો છે, અને તેના વિયેાગ થવામાં પેાતાને સુખ, આનંદ તથા જીવનવિહીન માનીને દુઃખી થઈ રહ્યો છે. જડ વસ્તુઓ પેાતાના સ્વભાવ પ્રમાણે મળે છે, વિડે છે, ાની થાય છે, નિસ્તેજ થાય છે, નષ્ટ થાય છે આ બધીએ અવસ્થાઓ જડની હાવા છતાં જડસ ચાગી આત્મા પેાતાનામાં આરોપ કરીને પોતાની માની રહ્યો છે. અને પોતાના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત હાવાથી પોતાની સર્વોચ્ચ દશાના જરાયે વિચાર કરતા નથી.
܀
જેમ કૂતરો સૂકુ' હાડકુ ચાવે અને તે હાડકું તેના માંમાં વાગવાથી તાલવામાંથી નીકળતા લોહીને ચાટીને આનંદ માને છે અને આ લેાહી હાડકામાંથી નીકળે છે એવી ભ્રમણાથી હાડકાને વધારે ને વધારે ચાવે છે, તેમ સાચા સુખના સ્વરૂપથી અણુજાણુ આત્મા સુખ પોતાનામાં રહેલુ હોવા છતાં પણ જડ વસ્તુએનો ઉપભેાગ કરતાં યત્કિંચિત્ ક્ષણિક સુખનો અનુભવ કરે છે તે જડ વસ્તુમાંથી મળે છે એવી ભ્રમણાથી જડ વસ્તુએ મેળવવામાં અને તેનો ઉપયેગ કરવામાં લીન રહે છે.
•
જેમ કાગડા આરિસામાં પોતાની જ આકૃતિ તથા ચેષ્ટાનો આળા જોઇને એમ માની લે છે કે આ કાઇ ખીજો કાગડા છે અને તેની સાથે મનફાવતું વર્તન કરે છે; તેમ આત્મા જડ