________________
શુ દેવતા સુખી કરી શકે?
: ૧૬૭ :
બીજા મનુષ્ય દેવ. સંસારમાં આ બંને પ્રકારના દેવમાંથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા, જન્મથી જ દેવ કહેવાતા અને પુન્યબળથી કર્મજન્ય કાંઈક વિશિષ્ટ પૌદ્ગલિક શક્તિને ધારણ કરવાવાળા દેવ, દેવની ઉપાસના કરવાવાળાને પ્રાયઃ પંચાણું ટકા જેટલે ભાગ નીકળી આવશે; કારણ કે સંસારને મોટે ભાગ પગલાનંદી-જડાસક્ત છે.
પુદ્ગલાનંદી જીવે માને છે કે દેવતાઓની ઉપાસના કરવાથી તેઓ પ્રસન્ન થઈને પૌગલિક સુખના સાધને મેળવી આપે છે. મનુષ્ય કરતાં વધારે શક્તિવાળા હોવાથી તેમના આધિ
વ્યાધિ, રોગ-શોક, આપત્તિ-વિપત્તિ મટાડી દઈને ધન, સ્ત્રી, પુત્ર, સુખ-સંપત્તિ આદિ આપી શકે છે અને ધારેલું કાર્ય સાધી આવી ઈચ્છાઓ પૂરી કરે છે. પુન્યની નબળાઈથી પૌગલિક સુખના સાધન વગરના અથવા તે મેળવેલા સાધનને ભેગેપિગ કરવાને અશક્ત બનેલા જ દેવ, દેવની ઉપાસના કરે છે એમ નથી, પણ પુન્યબળથી મેળવેલા પૌગલિક સુખના સાધનવાળા જે ભવમાં ઉત્પન્ન થયા તે જ ભવમાં આનંદ માનવાવાળા ભવાભિનંદી જી પણ મેળવેલી સુખસંપત્તિ ટકાવી રાખવા અને આપત્તિ-વિપત્તિ ન આવવા દેવા તન-મનધનથી સેવા કરે છે, પરંતુ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરી પોતાના સ્વરૂપને ભૂલી ગયેલા એ જડાસક્ત છે જાણતા નથી કે દેવગતિમાં ઉત્પન્ન થએલા દેવ, મનુષ્યના શુભાશુભના ઉદય સિવાય કાંઈ પણ શુભાશુભ કરી શકતા નથી. મનુષ્ય પોતાના શુભના ઉદયથી અનુકૂળ સંચગે મેળવી સુખ-સાધનસંપન્ન બની શકે છે. બાકી દેવતાઓ કાંઈ પણ આપી શકતા નથી કારણ કે દેવગતિમાં ઉત્પન્ન થયા પછી મળેલી સઘળી ત્રાદ્ધિ ફક્ત પોતાના જ