________________
: ૧૬૮ :
જ્ઞાન પ્રદીપ,
ઉપભોગમાં લઈ શકાય છે. તેમાંથી બીજાને એક વીંટી સરખી પણ આપી શકાય નહિ. દેવતાના ભેગપભેગની વસ્તુઓ શાશ્વતી હેવાથી ઉત્તરોત્તર ઉત્પન્ન થયેલા દેવતાઓ તે જ વસ્તુઓને વાપરે છે. દેવગતિમાં જીવે ત્યાં સુધી તે વસ્તુઓ વાપરે અને મરે એટલે વાપરેલી વસ્તુઓ હતી તેવી છેડીને ચાલતા થાય અને તે જ વિમાનમાં બીજે જીવ આવી સ્વામીપણે ઉત્પન્ન થાય. તે પાછી તે જ વસ્તુઓને વાપરે, માટે પુન્યબળથી દેવભવમાં ભોગવવા ચોગ્ય મળેલી વસ્તુઓને દેવતાઓ પ્રસન્ન થઈને કે દયા કરીને મનુષ્યને દાન કરી શકતા નથી. જમીનમાં રહેલા નિધાને પણ પિતાની ઈચ્છા પ્રમાણે બીજાને આપી શકે નહિ, કારણ કે દક્ષિણ દિશાને સૌધર્મેન્દ્ર અને ઉત્તર દિશાને ઈશાનંદ સ્વામી હોવાથી તેમની આજ્ઞા સિવાય જમીનમાંના નિધાનેને દેવતા કાઢી શકે નહિ. બાકી વિશિષ્ટ પુન્યના ઉદયથી દેવતા ભૂગર્ભનિધાન કાઢીને અથવા તે વૈકિય વસ્તુ બનાવીને કે બીજાને ત્યાંથી ઊંચકી લાવીને આપી શકે છે, પરંતુ પુન્યવાન મનુષ્યોને તે ઉપાસના કર્યા વગર પણ દેવતાઓ આવીને સેવામાં હાજર થાય છે. તીર્થકરે, ચકવર્તીએ, વાસુદેવ, બલદેવ આદિ પુન્યશાળી મનુષ્યો કાંઈ દેવતાની ઉપાસના કરતા નથી, છતાં પુન્યાનુસાર ઈદ્રો તથા દેવતાઓ નિરંતર સેવામાં હાજર રહે છે અને ઈચ્છાનુસાર (કે અનિચ્છાએ પણ) પીગલિક સંપત્તિ મેળવી આપે છે, બાકી આત્મિક સાચી સંપત્તિ આપી શકતા નથી.
જેમ મનુષ્ય આઠે કર્મના આવરણવાળા હોય છે તેમ દેવતાઓ પણ સંપૂર્ણ કર્મોથી ઘેરાયેલા હોય છે, પરંતુ જેટલા પ્રમાણમાં મનુષ્ય દેવતાની ઉપાસના કરવાવાળા હોય છે તેટલા પ્રમાણમાં દેવતાઓ મનુષ્યની ઉપાસના કરવાવાળા હોતા નથી,