________________
૬૧૬૬:
જ્ઞાન પ્રદીપ,
આત્મામાં આત્મસ્વરૂપે રહે છે, અર્થાત્ સાકર તે જ મીઠાશ અને મીઠાશ તે જ સાકર, આત્મા તે જ સુખ અને સુખ તે જ આત્મા. સાકરને મીઠાશ મેળવવા પોતાનાથી ભિન્ન ગુણ-ધર્મવાળી અન્ય વસ્તુની જરૂરત હતી નથી તેવી જ રીતે આત્માને સુખ મેળવવા પોતાનાથી ભિન્ન ગુણધર્મવાળા જડ તથા જડના વિકારની જરૂર નથી. જડ તથા તેના વિકારોના સંયોગથી સુખ માનવામાં આવે છે તે સુખ નથી પણ દુઃખને જ માની, લીધેલું બ્રમિક જ સુખ છે.
જેઓ બનાવટી સુખ મેળવવા જે દેવની ઉપાસના કરે છે તેઓ ઉપાસ્ય દેવ જો કે સાચા જ હોય તે પણ દેવને સાચી રીતે ઓળખ્યા સિવાય ઉપાસના કરવાથી સાચું ફળ તેઓને મળી શકતું નથી અને તેથી તેઓની ઉપાસના મિથ્યા ફળવાળી થાય છે. તેથી કરી કાંઈ ઉપાસ્ય દેવની ખામી નથી, પણ ઉપાસક-ભક્તની ખામી છે. સાચા સુખનું સ્વરૂપ (આત્મામાં રહેલો પિતાને ગુણધર્મ) ટૂંકાણમાં ઉપર આપણે જોઈ આવ્યા. હવે આપણે આવું સાચું સુખ મેળવવાને સાચા ઉપાસ્ય-દેવનું સાચું સ્વરૂપ સાચી રીતે વિચારી ઉપાસના દરમિયાન અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ.
દેવના માટે સંસારમાં અનેક પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે અને તે તેમના પ્રચારક ભક્તોને આભારી છે. હવે દેવ માત્રના સ્વરૂપને વિચાર કરતાં પહેલાં દેવના બે વિભાગ પાડીએઃ એક તો જન્મથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા વૈકિય શરીરવાળા દેવો અને બીજા મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલા આત્મગુણના આવરક કર્મોને નાશ કરી, કેવળજ્ઞાન મેળવી વિકાસને પામેલા ઔદારિક શરીરવાળા દેવ અર્થાત એક દેવે છે અને