________________
,૦૦૦
છે
°°eboထထထထထထသnanooo
oooo
છે
0 ૦
0 ૦
છે શું દેવતા સુખી કરી શકે? તું છેoooooo0CEococoon ( ૧૮ ) 0000000000 મનુષ્ય માત્ર સુખી થવાને દેવની સેવા, ભક્તિ, નામસ્મરણ "આદિ અનેક પ્રકારની આરાધના કરે છે. આ બધું ય કરતાં પહેલાં દેવને ઓળખવાની ઘણી જ જરૂરત છે. જે માણસને સેનું અથવા તે હીરે જોઈતું હોય તેણે સોનાને અને હીરાને સાચી રીતે અને સારી રીતે ઓળખવો જોઈએ અથવા તે ઝવેરી તથા શરાફની પાસેથી તેની ઓળખાણ શીખી લેવી જોઈએ; કારણ કે વસ્તુની સાચી ઓળખાણ સિવાય સાચી વસ્તુ મેળવી ધારેલું કાર્ય સાધવાની ઈચ્છા સફળ થઈ શકતી નથી.
જેવી રીતે દેવને ઓળખવાની જરૂરત છે તેવી જ રીતે સુખને પણ ઓળખવાની જરૂરત છે. સાચું સુખ ઓળખ્યા સિવાય સાચા દેવ ઓળખી શકાતા નથી, અને સાચી રીતે દેવને ઓળખ્યા સિવાય સાચી રીતે ઉપાસના થઈ શકતી નથી, અને સાચી ઉપાસનાના અભાવે સાચી સુખસિદ્ધિ મળી શકતી નથી.
જેમ મીઠાશ સાકરને ગુણધર્મ છે અને તે સાકરમાં સાકર સ્વરૂપે રહે છે તેવી રીતે સુખ આત્માનો ધર્મ છે અને તે