________________
: ૧૬૨ :
જ્ઞાન પ્રદોષ.
સાને પણ પાછા ભાગવવાનો ઇચ્છાઓ જાગ્રત થવાની જ. કદાચ કેટલાક બંધનાને લઇને વિલાસી અનવાના અવકાશ ન મળે તે પશુ નિર ંતર વિલાસ કરવાની સ્ફુરણા બની રહેવાથી વિકાસ તે નહિ જ થવાના. જ્યાં સુધી વિલાસનાં પરિણામના ઉત્પાદક કામ, રાગ, મઢ, મેહ, અજ્ઞાન આદિક સત્તામાં વિદ્યમાન છે ત્યાં સુધી તેા વિકાસની ઇચ્છાવાળા આત્માએ વિલાસી દુનિયાથી વિમુક્ત રહેવાની જરૂરત છે.
‘ જો અશુચિમાં આળેટીને પવિત્ર બની શકાતુ` હેાય તે જ વિલાસી દુનિયામાં વસીને વિકાસી બની શકાય.
શત્રુનાં ઘરમાં રહીને શત્રુને નાશ કરવા જેટલેા કિઠન છે તેના કરતાં પશુ વધારે કઠિન ક્રિયા મેાહના ઘરમાં રહીને મેહન નાશ કરવાની છે. શ્રી મહાવીર પ્રભુ જેવા સમથ પુરુષા પણ ખાર વર્ષ સુધી મોન૨ે વગડામાં વિચર્યાં છે ત્યારે જ વિકાસ સાધી શકયા છે, તે પછી અલ્પ સત્ત્વવાળા, માહનીય કમથી પરાસ્ત બનેલા આત્માએ નિરંતર વિલાસી દુનિયાના સ'સર્ગ'માં રહીને કેવી રીતે વિકાસ સાધી શકે ?
પરપોલિક પરિણતિમાં તન્મય થવારૂપ વિલાસ અને સ્વપરિણતિ આત્મસ્વરૂપમાં રમણતારૂપ વિકાસમાં કાચ અને કોહિનૂર જેટલું અંતર છે. કાચ કોહિનૂરનું કાર્ય સાધી શકતા નથી. કાચના મણકાની માળા પહેરીને આનંદ માનનાર અમૂલ્ય કોહિનૂરને મેળવી શક્તા નથી, તેવી જ રીતે ખાગ, બંગલા, ઘરેણાં, વજ્ર, મિષ્ટ લેાજન, સ ́ગીત અને સુગધી આદિ વિલાસના સાધનોમાં સુંદરતા, મધુરતા માનીને તેના ઉપલેાગમાં આસક્તિ ધારણ કરનાર સાચુ' સુખ, જીવન, આનંદ આદિ વિકાસને મેળવી શકતા નથી.