________________
ઃ ૧૫૨ ઃ
જ્ઞાન પ્રદીપ.
જોઇએ, પછી તેા પૂછવું જ શું ? તન, મન, ધન અને સ†સ્વ અણુ કરીને પણ તેની ચાહના મેળવી તેની સેવા સ્વીકારે છે, અને તેના પ્રેમ અવિચળ રાખવાને પેાતાના પ્રત્યેના પ્રતિકૂળ વનને પણ આવકાર આપે છે. જેને જે વસ્તુઓ ગમે છે તે વસ્તુ મેળવવાની ઇચ્છાથી તેના માલીકનું મન આકષણ કરીને, તેના પેાતાના પ્રત્યે પ્રેમ જગાડીને, તેને પેાતાને સ્વાધીન કરવા તેની મનગમતી વસ્તુ પેાતાનામાં ન હેાવા છતાં પણ તેના બહારથી ડાળ ધારણ કરે છે.
ક્ષમા, સરળતા, નમ્રતા, સમતા આદિ જેને ગમે છે તેઓ ક્ષમા આદિના ધારક માણસાને ચાહે છે અને તેમના ઉપર રાગ રાખીને મનમાં સતેષ માને છે. તન, મન, ધનથી તેની સેવા કરે છે; તેમજ ક્ષમા વિગેરે મેળવવા પ્રયાસ પણ કરે છે. આવી રુચિવાળી વ્યક્તિઓના રાગ પ્રશસ્ત હેાય છે અને તે પેાતાના આત્માના વિકાસ સાધી શકે છે.
ક્ષમા આદિ આત્માના ગુણા છે અને તેની રુચિવાળા જીવેા ઉત્તમ કોટીના કહેવાય છે. આવા માણસા નિઃસ્પૃહી, આત્મિક ગુણુસ’પન્ન વ્યક્તિઓના ઉપાસક હોય છે. આછી જરૂરિયાતવાળા અને પોતાના ઉપાસકોનું કલ્યાણ ઇચ્છવાવાળા ઉત્તમ પુરુષાને પણ આત્મિક ગુણ મેળવવાની રુચિવાળા જીવા ગમતા હાવાથી તેઓ પણ તેમને ચાહે છે.
બુદ્ધિ, ડહાપણ અને ચતુરાઈની રુચિવાળાને બુદ્ધિશાળી, ડાહી અને ચતુર વ્યક્તિએ ગમતી હોવાથી તેમની મનેવૃત્તિઆ તેમના તરફ વળેલી હાય છે, પરંતુ બુદ્ધિ, ડહાપણુ અને ચતુરાઈ તા કાઈક જ શીખે છે; બાકી ઘણાખરા તા કાવાદાવા, વાક્પટુતા અને કામ કરવાનો પદ્ધતિથી આકર્ષાય છે.