________________
સ્નેહું એ દુઃખનું મૂળ છે.
: ૧૪૯ :
સંસારમાં માણસે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ભાઈ, બહેન, આદિના સ`ખ ધથી જોડાએલા હેાવાથી અમુક પ્રકારના વ્યવહારના અંગે તેમની સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, તેમના સુખદુઃખમાં ભાગ લેવા ઇત્યાદિ ખાખતામાં પેાતાની ફરજ બજાવતાં પ્રેમ કે રાગને સ્થાન આપવું પડે છે અને તે પણ પરિણામે દુ:ખદાયી નિવડે છે; છતાં સંસારના બધનામાંથી ન છૂટનારને ફરજિયાતપણે તે ભાગવવું પડે છે. જેમને આ દુઃખ અસહ્ય થઈ પડે છે તે તે સંસારના બધનામાંથી મુક્ત થઇ જાય છે.
ગુણાનુરાગ પણ એક પ્રકારના રાગ છે અને તે પણ દુઃખના પિરણામવાળા છે, છતાં કાંઈક આત્મકલ્યાણ કરવાવાળા હેાવાથી તે ગ્રાહ્ય છે. વિકાસી મહાપુરુષાના આત્મિક ગુણ્ણાના અનુરાગ તે પરિણામે દુઃખદ હાવા છતાં પણ આત્મિક ગુણા પ્રગટ કરવામાં અદ્વિતીય સહાયક છે માટે ગ્રાહ્ય જ છે. અને પરોપકાર, સજ્જનતા આદિ ગુણાને અનુરાગ પણકાંઈક સ્વાર્થં ગર્ભિત તથા દુઃખદ હાવા છતાં પણ માણસામાં અવગુણાને પ્રવેશ કરતાં અટકાવે છે, માટે તે પણ કેટલેક અંશે ગ્રાહ્ય છે.
ધન, હાટ, હવેલી, વસ્ત્ર, ઘરેણાં આદિ અચેતન વસ્તુઓને માહ માણસાને નિરંતર દુઃખદાયી નિવડે છે; કારણ કે જ વસ્તુઓ ક્ષણિક હાય છે અને તે ક્ષણે ક્ષણે બદલાતી રહે છે, માટે આવી વસ્તુઓના મેાહ તા દરેક ક્ષણે દુઃખ ઉત્પન્ન કરે છે. માણસેા સુખના હેતુથી જડ વસ્તુઓ ઉપર મમતા રાખે છે, પરંતુ તે જડ વસ્તુઓ સડી જવુ, પડી જવું, બદલાઈ જવું આદિ પેાતાના સ્વભાવ પ્રમાણે વતી હાવાથી સુખના બદલે દુઃખ જ આપે છે; માટે જડ વસ્તુઓ ઉપરના મેાહ દુઃખદાયી હાવાથી સર્વથા ત્યાજ્ય છે.