________________
: ૧૪૮ :
જ્ઞાન પ્રદીપ.
તથા માનસિક ઉપાધિઓથી પિતાના જીવનને બરબાદ કરી નાખે છે, જેની અસરથી સ્નેહીને અનહદ દુઃખ થાય છે.
સ્નેહને ડેળ કરનારા બનાવટી સ્નેહીઓના અંતઃકરણ નેહભીનાં ન હોવાથી સ્નેહી માનનારને શાંતિ આપી શકતા નથી. એવા બનાવટી નેહીઓ ઉપર વિશ્વાસ રાખી શકાતો નથી, છતાં સરળ રહી વિશ્વાસ રાખે તે છેવટે પશ્ચાત્તાપ કરે પડે છે. બનાવટ વધુ વખત ટકી શકતી નથી. અંતમાં બનાવટને રંગ ઊડી જાય છે અને સ્નેહીને હતાશ થવું પડે છે.
એકનિષ્ઠ સારો નેહ કરનારા સંસારમાં બહુ જ ઓછા હોય છે. આવા સાચા સનેહીઓ સનેહભીના હદયવાળા, એકનિષ્ઠ નેહવાળા, વિશ્વાસનું પૂર્ણ પાત્ર અને સરળ તથા અભિન્ન હદયથી ચાહવાવાળા હોવાથી તેમને કલ્યાણ, સુખી જીવન, અત્યુદય, સદ્વર્તન આદિ ઈરછાઓથી હમેશાં ચિંતિત રહેવું પડે છે અને વિયેગથી ભયભીત રહેવું પડે છે. એકનિષ્ઠા વગરના. અસ્થિર સ્નેહવાળા નેહીઓ ચંચળ વૃત્તિવાળા હોવાથી એક છોડી બીજે અને બીજે છેડી ત્રીજે સ્થળે સ્નેહની જડતેડ. કરવાથી સનેહીને અત્યંત દુ:ખ આપવાવાળા થાય છે. જ્યાં એકનિષ્ઠા નથી હતી ત્યાં સ્નેહની માત્રા પણ ઘણી ઓછી હોય છે, અને તે સ્નેહીની લાગણીઓને અત્યંત દુભાવવાવાળી હોય છે.
આ પ્રમાણે મનુષ્યજાતિને પરસ્પર સ્નેહ, તે પછી એકપક્ષી હોય કે ઉભયપક્ષી હય, સારો હોય કે બનાવટી હોય, એકનિષ્ઠ હોય કે અનેકનિષ્ઠ હોય, એકંદર બધા ય પ્રકારને સ્નેહ દુઃખદાયી જ છે. માટે સુખ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્યોએ તે સ્નેહ કરતાં પહેલાં પરિણામને સારી રીતે વિચારી લેવું જોઈએ.