________________
સ્નેહ એ દુઃખનું મૂળ છે.
: ૧૪૭ ઃ
પણ પ્રકારના સંબંધ વગરના સ્નેહીઓ તે કવચિત્ કદાચિત જ મળી શકે છે અને ધાર્યા પ્રમાણે ન મળી શકતા હોવાથી નિરંતર દિલગીર રહ્યા કરે છે. કેઈક વખત રોગશેકાદિનું કારણ બની આવે ત્યારે પણ ઈચ્છા પ્રમાણે ન મળી શકવાથી ઘણા જ ખેદવાળા રહે છે.
સંસારમાં સ્વાથ, મૂખ તથા બનાવટી સ્નેહીની માત્રા અધિક્તર જોવામાં આવે છે કે જે નિઃસંશય સંસારને દુઃખનું જ કારણ છે. પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વાર્થોને લક્ષ્યમાં રાખીને મમત્વભાવ બતાવનારા, સ્વાથ ન સધાવાથી અથવા તો સ્વાર્થ પૂરો થવાથી આપત્તિ-વિપત્તિમાં પડેલા સ્નેહીની ઓળખાણ પણ રાખતા નથી. જેથી કરીને સાચા સ્નેહી તરીકે ઓળખનારનાં ચિત્તમાં પુષ્કળ કલેશ થાય છે, કારણ કે જીવનમાં કડવા યા મીઠા પ્રસંગે ભાગ પડાવવાની આશાથી જ એકબીજાની સાથે મેહ-મમતાથી વર્તવામાં આવે છે; પરંતુ માયાળુપણું બતાવવાના પ્રસંગે અતડા પડી જાય છે ત્યારે નિરાશાની સાથે દિલગીરી ભેગવવી જ પડે છે.
વસ્તુસ્થિતિને ન સમજનારા મૂખ નેહીઓનાં જીવનમાં કલેશ કે પરિતાપ સિવાય શાંતિ કે સુખ જેવું કાંઈ પણ હેતું નથી. ભવિષ્યના પરિણામથી અનભિજ્ઞ–ભૂખ નેહીના કદાગ્રહથી કઈ પણ પ્રવૃત્તિમાં ઉતરનાર ડાહ્યા નેહીને ઘણું જ શેષવું પડે છે. સ્નેહીની પરિસ્થિતિ સમજ્યા સિવાય મનગમતી વસ્તુ મેળવવાના આગ્રહથી સનેહીને કડી સ્થિતિમાં લાવી મૂકે છે, જેથી કરીને જીવન પર્યત કલેશના ભાગી થવું પડે છે.
મૂખ સનેહીમાં ડહાપણને અંશ પણ ન લેવાથી મૂર્ખાઈભર્યા કાર્યો કરીને પોતાની જાતને ખુવાર કરી નાખે છે, શારીરિક