________________
સ્નેહ એ દુ:ખનું મૂળ છે.
( ૧૬ )
00000000
સ્નેહની સાંકળથી સંકળાયલા જગતને સુખ કયાંથી હાઇ શકે ? સ્નેહ એટલે મારાાનું માન. આ માન સચેતન તા અચેતનમાં પણ હોય છે. મારી માતા, મારા પિતા, મારી શ્રી, મારા પુત્ર, મારા સ્નેહી-આ પ્રમાણે સચેતનમાં અને મારું ઘર, મારું ઘરેણું, મારું વસ્ત્ર, મારું ધન આદિ અચેતનમાં મમતા કરવી તે સ્નેહ કહેવાય છે. ક્રક એટલા જ છે કે સચેતન વસ્તુમાં થએલી મમતા સ્નેહ-પ્રેમ તરીકે ઓળખાય છે, અને અચેતન વસ્તુની મમતા માહ તરીકે ઓળખાય છે. સચેતન પ્રેમ અન્ને પક્ષમાં હાય છે અને એક પક્ષમાં પણ હાય છે. એક માણસ કોઈ બીજા માણસ અથવા પશુ ઉપર સ્નેહુ કરે છે ત્યારે તેઓ તે સ્નેહ કરનાર ઉપર સ્નેહ રાખે છે, અથવા તા કાઈ કાઈ નથી પણ રાખતા; સ્નેહ રાખવાને બદલે ઊલટા હૃદયથી ધિક્કારે છે. અને અચેતન વસ્તુ તે મૂળથી જ નિજીવ હાવાથી રાગ રાખનાર ઉપર રાગ રાખી શકતી જ નથી.
૧૦