________________
ઃ ૧૪૪ :
જ્ઞાન પ્રદીપ.
પણ ઉત્તર આપી શકતા નથી, તેા પછી સ્મરણમાં રહેવું સવ થા અશકય છે. મતલબ કે કોઈ પણ લખાણ કે ભાષણ જ્યાં સુધી સમજણમાં ન આવે ત્યાં સુધી સવ નકામું છે. વાંચીને મનન કરવાનું પણ સમજવાને માટે જ અતાવવામાં આવ્યું છે, માટે તમારે કઈ પણ લખાણ તથા વાંચન તથા ભાષણ સાંભળીને કે વાંચીને તેનું રહસ્ય સમજવા ઉત્સુક રહેવુ અને રહસ્ય સમજ્યા પછી ઉચિતાનુચિતનું પૃથક્કરણ કરીને ઉચિતને ગ્રહણ કરવુ અને અનુચિતને ત્યાગવું. પરંતુ પૂર્વ કહ્યા પ્રમાણે ઉચિતની સારી રીતે પરીક્ષા કરવી. હૃદયમાં સ્થાન ત્યારે જ આપવું કે જ્યારે પરીક્ષામાં ઉચિત સિદ્ધુ ઠરે. કેટલુંક અનુચિત હાય છે પણ ચિતની જેવું ભાસે છે. આપણા શુદ્ધ વિચારો અશુદ્ધ ભાસે છે, અનુચિત ભાસે છે જેથી કરી આપણે ઉચિતના ત્યાગ કરી અનુચિત ગ્રહણ કરી લઇએ છીએ અને આમ થવાથી આપણે લાભને અદ્દલે નુકશાન ઉઠાવીએ છીએ. એટલા જ માટે કહેવામાં આવ્યુ છે કે કાઇ પણ લખાણ તથા વક્તવ્ય વાંચતા કે સાંભળતાવેંત જ સંમત થવું ન જોઈએ, ગ્રહણ ન કરવુ... જોઇએ. જે વાત આપણે ન સમજતા હાઇએ તેને બરાબર સમજવી જોઇએ. અમુકને માન્ય છે તે મને પણ ગ્રાહ્ય છે, એવા નિણય પર ન આવવુ જોઇએ. જેટલી વાતા આપણી સમજેલી હાય અને જેનાથી આપણે કંઈક સારા લાલ મેળળ્યેા હાય તેને સહમત થતાં કે ગ્રહણ કરતાં કાંઈ પણ વાંધા નથી, પણ અજ્ઞાત વિષયમાં તે પૂર્વ કહ્યા પ્રમાણે જ વવું ચેાગ્ય જણાય છે. જે વિષયના નિર્ણય કરી હૃદયમાં સારી રીતે ઠસાવેલ હાય, આપણી પૂર્ણ શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન થઈ પડ્યો હોય તેને ખસેડતા પહેલાં સારી રીતે બુદ્ધિના તથા વિચારના ઉપયાગ કરવા.