________________
વાચક અને શ્રોતાને સૂચના.
: ૧૪૩ :
લખાણ વાંચે છે તથા કઈ પણ વક્તવ્ય સાંભળે છે ત્યારે તેને પિતાના ચિત્તની એકાગ્રતા કરવાની ખાસ આવશ્યકતા રહે છે, કારણ કે જ્યાં સુધી ચિત્તવૃત્તિ સમગ્ર કાર્યોથી નિવૃત્ત થઈને વાંચવામાં કે સાંભળવામાં સ્થિર થતી નથી ત્યાં સુધી લખાણ કે ભાષણનું રહસ્ય સમજાતું નથી, અને જ્યાં સુધી રહસ્ય ન સમજાય ત્યાં સુધી વાંચનારને તથા સાંભળનારને આનંદ આવતો નથી, તેમજ ગ્રાહાગ્રાશની સમજણ ન પડવાથી પ્રાપ્તિશૂન્ય રહી જાય છે. તે માટે વાચકેએ તથા શ્રોતાઓએ વાંચવામાં તથા સાંભળવામાં સંપૂર્ણ લક્ષ આપવું જોઈએ.
મનુષ્ય જેમ જેમ લેખને વાંચતે જાય છે તથા વક્તવ્યને સાંભળતે જાય છે તેમ તેમ તેનું માનસ-ચકે ઘણા જ વેગથી ભ્રમણ કરે છે, જેથી કરી વાંચેલું તથા સાંભળેલું સર્વ સ્મરણમાં રહેતું નથી. યદિ ચિત્તવૃત્તિની એકાગ્રતા હોય તે જ ઝડપથી સાંભળેલા તથા વાંચેલામાંથી કંઈક સ્મરણમાં રહી જાય છે. જે વિષયે આપણા અનુભવમાં આવી ગયેલા હોય, જે વિષયોનું જ્ઞાન આપણે સારી રીતે ધરાવતા હોઈએ તે વિષય ગમે તેટલી ઝડપથી વાંચીએ કે સાંભળીએ તે પણ આપણા સ્મરણમાં રહી જાય છે. સ્મરણમાં રાખવાવાળી સમજણ છે. જે વિષય સારી રીતે સમજવામાં આવી જાય તે વિષય હમેશાં સ્મરણમાં રહે છે જ, માટે જ અનુભવેલા વિષયો સારી રીતે સમજાયેલા હોવાથી સ્મરણબાા થતા નથી. આપણે જોઈએ છીએ કે જે વિષયથી આપણે સર્વથા અજ્ઞાત હેઈએ અને તે વિષય આપણુ વાંચવામાં કે સાંભળવામાં આવે છે ત્યારે આપણને કંઈ પણ ખબર પડતી નથી, જરાયે સમજતા નથી અને તેમ થવાથી જ્યારે કોઈ પૂછે છે કે શું સાંભળ્યું? શું વાંચ્યું ? ત્યારે આપણે તેઓને કશે