________________
વાચક અને શ્રોતાને સુચના
: ૧૪૧ :
વગર એકદમ સહમત ન થવું જોઈએ, હદયમાં એકદમ સ્થાન ન આપવું જોઈએ, પ્રવૃત્તિમાં ન લાવવું જોઈએ. સર્વ પ્રકારના લખાણ તથા વક્તવ્ય વાંચવામાં કે સાંભળવામાં કશે ય બાધ નથી; કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના લખાણે તથા વક્તવ્ય વાંચ્યા વગર કે સાંભળ્યા વગર સત્યાંશ તથા ગ્રાહાતાંશને નિર્ણય થઈ શકતો નથી. આપણને અનુભવસિદ્ધ વાત છે, નિરંતર પ્રત્યક્ષપણે જોઈએ છીએ કે વસ્તુ ખરીદ કરવાના ઈરાદાથી આપણે અથવા કઈ પણ મનુષ્ય બજારમાં જાય છે તો પાંચ-સાત દુકાને ફર્યા વગર અથવા પાંચ-સાત વસ્તુઓની સરખામણી કર્યા વગર એકદમ ગ્રહણ કરતા નથી. સારી રીતે તપાસ કરીને, પરીક્ષા કરીને, અનુભવીને, પૂછીને પછી જ ગ્રહણ કરે છે. જ્યારે એક સાધારણ વસ્તુને માટે બુદ્ધિ તથા વિચારને સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પછી જીવનના વ્યવસ્થાપક લેખો તથા. વક્ત માટે કાંઈ પણ બુદ્ધિ તથા વિચારને ઉપયોગ ન કરતાં તેને ગ્રહણ કરીને તન્મય બની જવું એ કેટલી મોટી ભૂલ છે? કેટલી બેપરવાઈ છે? કેટલું આળસ્ય છે? કેટલી ઉપેક્ષા છે?'
નાટક, નેવેલે તથા અન્ય કઈ પણ વાર્તાના લેખકે પિતાના આચારવિચારાનુકૂળ કલ્પિત અથવા બનેલા વૃત્તાંતને વધારીનેઅલંકૃત કરીને લખે છે. લખવામાં પોતાના આચારવિચારેની વાચકના હૃદયમાં સચોટ અસર કેમ થાય ? તે બાબતમાં સાવધાન રહી રસયુક્ત વાક્યરચના કરે છે. કલ્પિત વાર્તાઓને એવી બનાવી લખે છે કે વાંચવાવાળાને કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. જાણે લખેલી બીન સર્વથા સત્ય અને બનેલી ન હોય એવું ભાસે છે. પિતાના આચારવિચારાનુકૂળ કલ્પના કરવી હોય તે વિશ્વાંતગત રહેલા ભાવે પદાર્થોથી કરી શકાય છે. વિશ્વમાં