________________
( ૮ )
સાચાં માનીને તેમની જેમ તેમને મેળવવા આદરેલા માર્ગનું અનુકરણ કરે છે અને મહાપુરુષોએ આદરેલા માર્ગને અનાદર કરે છે.
દેહધારીઓના દેહને ઉપગ કર્યા સિવાય પૌગલિક સુખ, શાંતિ, આનંદ મળી શકતાં નથી. મુગલાનંદિ છવો આત્માને થતી પીડાની અવગણના કરીને જીવવાને અથવા તે સુખશાંતિ મેળવવાને અનેક જીવોને દેહથી મુક્ત કરે છે અને પરિણામે દુ:ખ તથા અશાંતિ જ મેળવે છે, છતાં લૌકિક સુખ, શાંતિથી વાસિત થયેલા હેવાથી સુખશાંતિ મેળવવાના લૌકિક માર્ગથી વિરામ પામતા નથી અને અનેક જીવોને અશાંતિ તથા દુઃખના કારણભૂત પાંચે ઈદ્રિના અનુકૂળ વિષયને મેળવવા કિંમતી જીવનને દુરુપયોગ કરે છે.
સુખ, શાંતિ, આનંદ, જીવન વગેરે આત્માના ધર્મ છે અને તે સ્વરૂપથી જ આત્મામાં રહે છે માટે તે ચૈતન્યસ્વરૂપ છે. અને પાંચે ઈતિ તથા વિષયો આત્માથી ભિન્ન છે અને તે જડના ધર્મ છે માટે તે જડસ્વરૂપ છે. જડ તથા જડના ધર્મો ચૈતન્ય સ્વરૂપ સુખશાંતિ વગેરે આત્માના ધર્મોને વિકાસમાં લાવી શક્તા નથી તેમજ તેને પ્રાપ્ત કરાવી શકતા નથી, પરંતુ અનાદિ કાળની મિથ્યા વાસનાને લઈને જડાસક્ત જીવો વિષયરૂપ જડના ધર્મોથી સુખશાંતિ માને છે પણ તે એક પ્રકારની ભ્રમણું જ છે. જે ઈદ્રિયોના વિષયરૂપ જડ પદાર્થોને દેહની સાથે સંસર્ગ થવાથી દેહાધિષ્ઠિત આત્માને સુખશાંતિ મળતી હોય તે પછી તે જડને ધર્મ હોવાથી ચિતન્યને જડ અને જડને ચિતન્ય બની જવાને પ્રસંગ આવી જશે અને જડ ચેતન્યની અવ્યવસ્થા થઈ જશે. અનુકુળ વિષયના સગથી સુખ અને વિયોગથી દુઃખ, પ્રતિકૂળ વિષયના સંયોગથી દુઃખ અને વિયેગથી સુખ આ સુખદુ:ખને જે સાચાં જ માનવામાં આવે તે પછી મુક્તાત્મામાં જ્ઞાનસ્વરૂપ