________________
(
ooooooo
વાચક અને શ્રોતાને સૂચના.
ooooooocooooooooooo
→
( ૧૫ )
Pooooooooooooooooooooooo
કોઈ પણ લખાણ-પછી તે લેખના રૂપમાં હોય, પુસ્તકના રૂપમાં હોય, પત્રના રૂપમાં હોય અથવા અન્ય કેઈ રૂપમાં હોય, તથા કઈ પણ વક્તવ્ય ભાષણના રૂપમાં હોય, ઉપદેશના રૂપમાં હાય, વાતચીત કરવાના રૂપમાં હોય, અથવા અન્ય કેઇ રૂપમાં હોય, બન્ને વસ્તુઓ વિશ્વની અંદર મનુષ્યને વિચરવાના વિશાળ પથ છે.લખાણ તથા વક્તવ્યરૂપ વિશાળ પથના સખારૂપ નાના નાના અનેક પળે છે. મનુષ્ય પોતાની બુદ્ધિ તથા ઈચ્છાનુસાર સર્વ પથામાં પ્રયાણ કરી રહ્યા છે. કોઈ પણ પથ મનુષ્ય–પ્રયાણથી શૂન્ય નથી. ભિન્નભિન્ન પથમાં પ્રયાણ કરનાર મનુષ્યો એકબીજા મનુષ્યને પિતપોતાના પથમાં પ્રયાણ કરાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ઘણાખરા મનુષ્યને એવો મત છે કે જે પથમાં અધિક મનુષ્ય પ્રયાણ કરતા હોય તે પથમાં પ્રયાણ કરવું અત્યંત શ્રેયસ્કર છે. કેટલાક મનુષ્ય અશુદ્ધ પથથી જ્ઞાત હોવા છતાં પણ ઘણા મનુષ્યાથી જુદા પડવાના તથા કેટલીક આપત્તિઓના ભયથી શુદ્ધ